(Source: ECI/ABP News/ABP Majha)
VIDEO: આને કહેવાય લોકપ્રિયતા! પાકિસ્તાનમાં બનાવવામાં આવી વિરાટ કોહલીની રેતી પર તસવીર
Virat Kohli Sand Art: વિરાટ કોહલીની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. વિરાટ કોહલીનો ક્રેઝ ચાહકોના માથે ચડીને બોલે છે. જો કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Virat Kohli Sand Art: વિરાટ કોહલીની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. વિરાટ કોહલીનો ક્રેઝ ચાહકોના માથે ચડીને બોલે છે. જો કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિરાટ કોહલીની રેતી પર બનાવેલી સુંદર તસવીર જોઈ શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે વિરાટ કોહલીની અદભૂત સેન્ડ આર્ટ બનાવનાર કલાકાર કોણ છે? વાસ્તવમાં, વિરાટ કોહલીના એક પાકિસ્તાની પ્રશંસકે રેતી પર તેના ફેવરિટ ક્રિકેટરનું ચિત્ર દોર્યું છે.
A beautiful sand art of Virat Kohli's in Balochistan, Pakistan. [Sachaan Sand Art Gwadar]
— Johns. (@CricCrazyJohns) September 3, 2023
King Kohli - Face of world cricket. pic.twitter.com/FpZFFk6IBY
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો
વિરાટ કોહલીની અદ્ભુત સેન્ડ આર્ટ બનાવનાર કલાકારનું નામ સચાન છે. સચાન પાકિસ્તાનના બલૂચિસ્તાનનો રહેવાસી છે. તે વિરાટ કોહલીનો મોટો ફેન છે. બલૂચિસ્તાનના રહેવાસીએ વિરાટ કોહલીનું અદભુત સેન્ડ આર્ટ બનાવ્યું છે. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
Sand art of Virat Kohli in 2022 at Balochistan & Sand art of Virat Kohli in 2023 at Balochistan, Pakistan.
— Johns. (@CricCrazyJohns) September 3, 2023
- Virat is the favourite for everyone. pic.twitter.com/ars1Zdu3P3
વિરાટ કોહલી પાકિસ્તાન સામે ફ્લોપ રહ્યો
જોકે એશિયા કપમાં શનિવારે પાકિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલી સસ્તામાં આઉટ થયો હતો. વિરાટ કોહલી 7 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હતો. તો બીજી તરફ, જો આપણે આ મેચ વિશે વાત કરીએ તો, વરસાદના કારણે તે અનિર્ણિત રહી હતી. આ રીતે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા. ભારતીય ટીમ તેની આગામી મેચ નેપાળ સાથે રમશે. ભારત અને નેપાળ વચ્ચે 4 સપ્ટેમ્બરે પલ્લેકેલેમાં મેચ રમાવાની છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ સાથે પાકિસ્તાનની ટીમ ત્રણ પોઈન્ટ સાથે સુપર-4માં પહોંચી ગઈ છે. તો બીજી તરફ જો ભારત નેપાળ સામે હારી જશે તો એશિયા કપમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં સુપર-4માં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને નેપાળ સામેની મેચ જીતવી પડશે. ભારત અને પાકિસ્તાન ફરી એકવાર સુપર-4માં ટકરાશે.