Asian Games 2023: બીજા દિવસે પણ એશિયન ગેમ્સમાં ભારતનો રહ્યો દબદબો, ક્રિકેટ અને શૂટિંગમાં જીત્યો ગોલ્ડ
Hangzhou Asian Games: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સોમવારે પુરુષોની ટીમે રોઈંગ ઈવેન્ટ રોઈંગ-ફોર અને ક્વાડ્રપલમાં બ્રોન્ઝ જીત્યો હતો.
Asian Games 2nd Day Highlights: સોમવાર એશિયન ગેમ્સ 2023નો બીજો દિવસ હતો. બીજા દિવસે, ભારતે એશિયન ગેમ્સ 2023નો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો. આ સિવાય ભારતની 10 મીટર મેન્સ રાઈફલ ટીમે ગોલ્ડ કબજે કર્યો હતો. તેમજ ભારતની 10 મીટર મેન્સ રાઈફલ ટીમે 1893.7 પોઈન્ટ મેળવીને વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સોમવારે પુરુષોની ટીમે રોઈંગ ઈવેન્ટ રોઈંગ-ફોર અને ક્વાડ્રપલમાં બ્રોન્ઝ જીત્યો હતો.
બીજા દિવસ પછી મેડલ ટેલીમાં કેટલો બદલાવ આવ્યો?
10 મીટર શૂટિંગ ઈવેન્ટ ઉપરાંત ભારતીય શૂટર ઐશ્વર્યા પ્રતાપ સિંહે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમમાં પણ બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. અત્યાર સુધીમાં ભારતીય ટીમે 11 મેડલ જીત્યા છે. ભારત 11 મેડલ સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. જ્યારે ચીન 39 ગોલ્ડ, 21 સિલ્વર, 9 બ્રોન્ઝ સહિત કુલ 69 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. ચીન પછી રિપબ્લિક ઓફ કોરિયા બીજા ક્રમે, જાપાન ત્રીજા ક્રમે, ઉઝબેકિસ્તાન ચોથા ક્રમે અને હોંગકોંગ પાંચમા ક્રમે છે.
ભારતીય શૂટરોએ દિવસની શરૂઆત શાનદાર શૈલીમાં કરી હતી
ભારત માટે બીજા દિવસની શરૂઆત શાનદાર રહી. ભારતની 10 મીટર મેન્સ રાઈફલ ટીમે 1893.7 પોઈન્ટ મેળવીને ગોલ્ડ જીત્યો હતો. ભારતીય શૂટર રુદ્રાંક્ષ પાટીલ, ઓલિમ્પિયન દિવ્યાંશ પંવાર અને ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરની ટીમે 1893.7નો સ્કોર કર્યો હતો. તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં આ સ્કોર બનાવ્યો હતો. આ સાથે ચીનના નામે અગાઉનો 1893.3નો રેકોર્ડ તૂટી ગયો છે.
🇮🇳 𝑯𝒊𝒔𝒕𝒐𝒓𝒚-𝒎𝒂𝒌𝒆𝒓𝒔!
— SAI Media (@Media_SAI) September 25, 2023
The incredible women's cricket team of India strike GOLD for the first time ever, clinching a thrilling victory against Sri Lanka! 🥇🎉 Let's celebrate these remarkable women who've made India proud at #AsianGames2022! 🥳👏 #Cheer4India pic.twitter.com/0xUrGdgfbA
પુરુષોની ચાર-રોઇંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતે પુરુષોની ચાર-રોઇંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જસવિન્દર, ભીમ, પુનીત અને આશિષની ટીમે 6:10.81ના સમયમાં ભારતને જીત અપાવી હતી. આ સિવાય રોશિબિના દેવીએ મહિલા વુશુમાં વધુ એક બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો છે. રોશિબિના દેવીએ 60 કિગ્રા વર્ગમાં ક્વાર્ટર ફાઈનલ મેચમાં કઝાકિસ્તાનની ઈમાન કારશાઈગને હરાવી હતી. આ રીતે ભારતીય દિગ્ગજ ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.