BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH Number Plate: હવે સામાન્ય નંબર પ્લેટ ઉપરાંત BH નંબર પ્લેટ પણ લગાવી શકાય છે. BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા છે, તેની માટે શું પ્રક્રિયા છે, ચાલો તમને જણાવીએ.
BH Number Plate Process: રસ્તાઓ પર કોઈ રાજ્યની ગાડી નીકળે છે ત્યારે તેના શરૂઆતના અક્ષરોથી જ તમને ખબર પડી જાય છે કે ગાડી કયા રાજ્યની છે. દાખલા તરીકે જો ગાડીના શરૂઆતના અક્ષરો DL છે તો ગાડી દિલ્હીની છે. જો MP છે તો ગાડી મધ્ય પ્રદેશની છે. એ રીતે ગાડી જે રાજ્યની હોય છે તેના શરૂઆતના બે અક્ષરો તે રાજ્ય માટે હોય છે.
પરંતુ હવે ભારતમાં BH નંબરની નેમ પ્લેટ પણ મળે છે. તમે રસ્તા પર ચાલતી ઘણી ગાડીઓમાં આ જોયું પણ હશે. BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા છે, તેની માટે શું પ્રક્રિયા છે, ચાલો તમને જણાવીએ.
કોણ લગાવી શકે છે BH નંબર પ્લેટ?
BH નંબર પ્લેટ માત્ર પસંદગીના લોકોને જ મળે છે. બધા લોકો તેના માટે અરજી કરી શકતા નથી. જણાવી દઈએ કે BH નંબર પ્લેટ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જ અરજી કરી શકે છે. આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ પણ તેના માટે અરજી કરી શકે છે. બેંક કર્મચારીઓ પણ BH નંબર પ્લેટ મેળવી શકે છે. વહીવટી સેવામાં સામેલ કર્મચારીઓ પણ તેના માટે અરજી કરી શકે છે. તો વળી ચારથી વધુ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે ખાનગી કંપનીની ઓફિસ હોય તેના કર્મચારીઓ પણ તેના માટે અરજી કરી શકે છે.
BH નંબર પ્લેટના ફાયદા કે નુકસાન?
BH નંબર પ્લેટ મોટાભાગે તે લોકો માટે ફાયદાકારક હોય છે જેમને નોકરીના કારણે સતત મુસાફરી કરવી પડે છે. એક શહેરથી બીજા શહેરમાં શિફ્ટ થવું પડે છે. આવા લોકોને BH નંબર લેવાથી ફાયદો થાય છે. તેમને બીજા રાજ્યમાં જતાં ફરીથી ગાડીની નોંધણી કરાવવી પડતી નથી. કારણ કે BH નંબર પ્લેટ અખિલ ભારતીય માન્ય હોય છે. જેથી ભારતમાં ક્યાંય પણ આ ગાડીને લઈ જઈ શકાય છે. તેનું નુકસાન માત્ર એ છે કે તે બધા લોકો માટે ઉપલબ્ધ નથી. તો વળી પરિવહન વાહનો પણ તેનો ઉપયોગ કરી શકતા નથી.
કેવી રીતે લઈ શકાય BH નંબર
BH નંબર પ્લેટ લેવા માટે સૌ પ્રથમ MoRTH ના Vahan પોર્ટલ પર લોગ ઇન કરવું પડશે. ત્યારબાદ ફોર્મ 20 ભરવું પડશે. જ્યારે ખાનગી કંપનીના કર્મચારીઓએ ફોર્મ 16 ભરવું પડશે. કામના પ્રમાણપત્ર સાથે કર્મચારી ID પણ આપવી પડશે. ત્યારબાદ રાજ્ય સત્તાધિકારી દ્વારા માલિકની યોગ્યતાની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તમારે સીરીઝ પ્રકારમાંથી BH પસંદ કરવું પડશે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો જમા કરાવવા પડશે. RTO કચેરીથી BH સીરીઝની મંજૂરી બાદ તમારે ફી ચૂકવવી પડશે. ત્યારબાદ તમારા વાહન માટે BH સીરીઝ નંબર જનરેટ થઈ જશે.
આ પણ વાંચોઃ