Asian Games 2023: એશિયન ગેમ્સમાં નહીં રમે રોહિત, કોહલી સહિતના સ્ટાર ક્રિકેટર, જાણો શું છે કારણ
BCCI એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની B ટીમ મોકલી શકે છે, કારણ કે ઈન્ડિયા-A એટલે કે મુખ્ય ભારતીય ટીમ આ વર્ષે રમાનારી ODI વર્લ્ડ કપમાં વ્યસ્ત હશે.
Indian Cricket Team For Asian Games 2023: વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા વરિષ્ઠ ખેલાડીઓ એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયામાં રમવાની અપેક્ષા ઓછી છે. BCCI એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની B ટીમ મોકલી શકે છે, કારણ કે ઈન્ડિયા-A એટલે કે મુખ્ય ભારતીય ટીમ આ વર્ષે રમાનારી ODI વર્લ્ડ કપમાં વ્યસ્ત હશે. આ વખતે એશિયન ગેમ્સ 2023 ચીનના હાંગઝોઉમાં રમાશે.
કોવિડના કારણે સ્થગિત થઈ હતી એશિયન ગેમ્સ
2018માં જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સ બાદ ભારતીય ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેશે. આ ઈવેન્ટ 2022માં યોજાવાની હતી, પરંતુ કોવિડને કારણે તેને આગળ ધપાવવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 30 જૂન પહેલા ભારતીય ખેલાડીઓની યાદી ભારતીય ઓલિમ્પિક સંઘને મોકલવા માટે તૈયાર છે.
સ્ટાર્સ ખેલાડીઓ કેમ નહીં લે એશિયમ ગેમ્સમાં ભાગ
રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ જેવા વરિષ્ઠ ખેલાડીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવશે નહીં, કારણ કે આ ખેલાડીઓ ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે રમાનારી ODI વર્લ્ડ કપમાં સામેલ થશે.
કોને કોને મોકલવામાં આવી શકે છે એશિયન ગેમ્સમાં
સ્ટાર્સ ક્રિકેટર્સ જગ્યાએ ટીમ ઈન્ડિયાને એશિયન ગેમ્સ માટે સંજુ સેમસન, ઉમરાન મલિક અને રુતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓ સાથે મોકલવામાં આવી શકે છે.
અગાઉ, 2010 અને 2014માં રમાયેલી એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઇવેન્ટનો ભાગ હતો, પરંતુ ભારતીય બોર્ડ દ્વારા પુરુષ અને મહિલા ટીમો મોકલવામાં આવી ન હતી. આ વખતે મહિલા ટોચની ખેલાડીઓની ટીમ જવાની આશા છે.
પહેલા ક્રિકેટની એન્ટ્રીની વાત ન હતી
'ઈન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ મુજબ, પ્રથમ એશિયન ગેમ્સમાં ભારત તરફથી ક્રિકેટને સામેલ નહીં કરવાની વાત થઈ હતી. એશિયન ગેમ્સ માટે ભારતના પ્રતિનિધિમંડળના વડા, ભૂપેન્દ્ર બાજવાએ અગાઉ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "અમારી પાસે એક સિવાય તમામ રમતોમાં પ્રવેશ છે - ક્રિકેટ (ટીમ) જઈ રહી નથી. તેઓએ કહ્યું કે તેઓ વ્યસ્ત છે. અમે તેમને લગભગ 3-4 ઈમેલ મોકલ્યા, પરંતુ જ્યારે અમારે એન્ટ્રીઓ આયોજકોને મોકલવી પડી ત્યારે તેઓએ કહ્યું કે તેઓ જશે નહીં."
Join Our Official Telegram Channel: