શોધખોળ કરો

AUS vs ENG: બીજી વનડેમાં ઈંગ્લેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયાએ સીરીઝ પર કર્યો કબજો, સ્મિથની શાનદાર ઈનિંગ

ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં ઈંગ્લેન્ડને 72 રને હરાવી ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 280 રન બનાવ્યા હતા.

Australia vs England 2nd ODI: ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં ઈંગ્લેન્ડને 72 રને હરાવી ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 280 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 208 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પેટ કમિન્સને આરામ આપ્યો હતો અને જોશ હેઝલવુડ ટીમનું સુકાન સંભાળી રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ સ્મિથની મદદથી મોટો સ્કોર બનાવ્યો હતો

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 43 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને ત્રીજી વિકેટ માટે 101 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. લાબુશેન 58 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ત્યારબાદ સ્મિથે મિચેલ માર્શ સાથે પાંચમી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. સ્મિથ 94 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. માર્શે પણ 50 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ક્રિસ વોક્સ અને ડેવિડ વિલીએ પણ બે-બે વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાની બોલિંગ સામે ઇંગ્લિશ બેટ્સમેનો ટકી શક્યા ન હતા

સ્કોરનો પીછો કરતા ઇંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પ્રથમ ઓવરમાં જ મિચેલ સ્ટાર્કે તેમને બે આંચકા આપ્યા હતા. ઈંગ્લેન્ડે 34 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી જેમ્સ વિન્સ અને સેમ બિલિંગ્સે ચોથી વિકેટ માટે 122 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. વિન્સ 60 રન બનાવીને આઉટ થયો અને તે પછી ઈંગ્લેન્ડની વિકેટો પડવાની શરૂઆત થઈ. બિલિંગ્સ પણ 71 રન બનાવીને આઉટ થયો હતો અને ઈંગ્લેન્ડે 169 રનમાં તેની સાત વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લે બેટ્સમેન વધુ લડત આપી શક્યા ન હતા અને આખી ટીમ 38.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

BCCI એક્શન મોડમાં, દ્રવિડ મામલે લેવાઈ શકે છે મોટો નિર્ણય

T20 વર્લ્ડકપની સેમી ફાઈનલમાં ભારતના ખરાબ પ્રદર્શન અને કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક્શન મોડમાં છે. BCCI ટીમ મેનેજમેન્ટ સહિત અન્ય બાબતે પણ સપાટો બોલાવવાનું શરૂ કરીદીધું છે. સાથે જ કેટલીક નવી નિમણૂંકો કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. આ બાબતે ટૂંક સમયમાં જ એક મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.  

BCCI પસંદગી સમિતિને હટાવ્યા બાદ વધુ એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. ટી-20 ટીમમાં નવો કેપ્ટન લાવવાની સાથે ટીમ માટે અલગથી મુખ્ય કોચની નિમણૂક કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. હાલમાં, રાહુલ દ્રવિડ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમને કોચિંગ આપી રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં એવું જોવા મળી શકે છે કે દ્રવિડનું કામ માત્ર ટેસ્ટ અને વન ડે ફોર્મેટ પૂરતું જ મર્યાદિત રહી જાય. સતત બે T20 વર્લ્ડ કપમાં નિરાશ થયા બાદ હવે બોર્ડ આ ફોર્મેટને સંપૂર્ણપણે અલગ રીતે ચલાવવાનું વિચારી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget