વરસાદ વિલન બન્યો: ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન મેચ ધોવાઈ, કાંગારૂ ટીમ સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી
ગદ્દાફી સ્ટેડિયમમાં વરસાદી વિઘ્ન: મેચ રદ્દ થતાં ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં, અફઘાનિસ્તાનની આશા ધૂંધળી.

AUS vs AFG match abandoned rain: ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન (AUS vs AFG) વચ્ચે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની (Champions Trophy 2025) રોમાંચક મેચમાં વરસાદ વિલન બન્યો. સતત વરસાદના કારણે મેચને રદ્દ જાહેર કરવામાં આવી હતી. આ મેચ રદ્દ થતાં ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે અફઘાનિસ્તાનનું આગળ વધવાનું સપનું લગભગ રોળાઈ ગયું છે.
મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 273 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી અને 12.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 109 રન બનાવી લીધા હતા. ટ્રેવિસ હેડે આક્રમક બેટિંગ કરતા 59 રન ફટકાર્યા હતા, જ્યારે કેપ્ટન સ્ટીવ સ્મિથ 19 રન બનાવી ક્રિઝ પર હતા. ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં હતું ત્યારે જ ભારતીય સમય અનુસાર સાંજે લગભગ 7:30 વાગ્યે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ થોડો સમય માટે રોકાયો પણ હતો, પરંતુ મેદાનની પરિસ્થિતિ રમવા લાયક ન હોવાથી મેચને રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો.
મેચ રદ્દ થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ વહેંચવામાં આવ્યા હતા. આ પરિણામ ઓસ્ટ્રેલિયા માટે ખુશીના સમાચાર લઈને આવ્યું, કારણ કે તેઓ ગ્રુપ બીમાં 4 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. દક્ષિણ આફ્રિકાને પણ આ મેચના પરિણામનો ફાયદો થયો છે અને તેઓનું સેમિફાઇનલમાં સ્થાન પણ નિશ્ચિત થઈ ગયું છે.
Australia head into the #ChampionsTrophy 2025 semi-finals after an inspiring outing in Lahore 🏏#AFGvAUS
— ICC (@ICC) February 28, 2025
Match highlights 🎥 ➡ https://t.co/4ubQ6kRnf7
બીજી તરફ, અફઘાનિસ્તાન માટે આ મેચ ડ્રો થવી ખૂબ જ નિરાશાજનક રહી છે. તેમને માત્ર એક પોઈન્ટ મળવાથી તેમના કુલ પોઈન્ટ 3 થયા છે. સેમિફાઇનલમાં પહોંચવા માટે હવે અફઘાનિસ્તાનનું સમીકરણ ઘણું મુશ્કેલ બની ગયું છે. અફઘાનિસ્તાનની સેમિફાઇનલની આશા હવે ઇંગ્લેન્ડ પર ટકેલી છે. જો ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને મોટા માર્જિનથી હરાવે તો જ અફઘાનિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવાની થોડી શક્યતા રહેશે, અન્યથા તેઓનું આગળ વધવું લગભગ અશક્ય છે. હાલમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા બંનેના 3-3 પોઈન્ટ છે, પરંતુ નેટ રન-રેટમાં દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાન કરતાં ઘણું આગળ છે.
આ પણ વાંચો....
બાંગ્લાદેશ સામેની મેચ વરસાદમાં ધોવાઈ જતા પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાઈ

