શોધખોળ કરો
Advertisement
IND vs AUS: ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, ટિમ પેન કરશે ટીમની આગેવાની
ફાસ્ટ બોલરમાં મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, પેટ કમિન્સની તીકડી ઉપરાં જેમ્સ પેટિંસનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાએ યુવા સ્ટાર ખેલાડી કેમરન ગ્રીનને ટેસ્ટ ક્રિકેટ ટીમમાં સામેલ કર્યો છે. ઉપરાંત માઇકલ નેસર, વિલ પુકોસ્વકી અને મિશેલ સ્વેપસન જેવા નવા ખેલાડીઓને ટીમમાં તક આપવામાં આવી છે. ટિમ પેન 17 સભ્યોની ટીમની આગેવાની કરતાં જોવા મળશે. ચાર ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બરે એડિલેડમાં રમાશે.
વોર્નર-સ્મિથની જોડી ટીમમાં સામેલ
શેફીલ્ડ શીલ્ડમાં સતત સારું પ્રદર્શન કરનાર વિલ પુકોવસ્કરીને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ આ વખતે ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં રમતા જોવા મળશે. માર્ક્સ લાબુશેન અને ટ્રેવિડ હેડને ટીમમાં સ્થાન મળ્યું છે. સ્પિન બોલરની જવાબદારી નાથન લિયોન સંભાળશે. બીજા સ્પિનર તરીકે મિશેલ સ્વેપસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ફાસ્ટ બોલરમાં મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, પેટ કમિન્સની તીકડી ઉપરાં જેમ્સ પેટિંસનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. બીજા વિકેટકીપર તરીકે મેથ્યૂ વેડ પણ ટેસ્ટ ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો. યુવા ઓલરાઉન્ડર કેમરોન ગ્રિન પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે અને તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગ્રીનને વનડે અને ટી20 સીરીજ માટે પણ ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમઃ
ડેવિડ વોર્નર, જો બર્ન્સ, સ્ટીવ સ્મિથ, કેમરન ગ્રીન, સીન એબોટ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેષન નાથન લ્યોન, માઇકલ નેસર, ટિમ પન, જેમ્સ પેટિસન, મિશેલ સ્ટાર્ક, મેથ્યૂ વેડ, વિલ પુકોસ્વકી અને મિશેલ સ્વેપસન
ઓસ્ટ્રેલિયાની વનડે અને ટી20 ટીમઃ
એરોન ફિંચ(કેપ્ટન), સીન એબોટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, મોઈજેસ હેનરિક્સ, માર્નસ, લાબુશેન, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, કેન રિચર્ડસન, સ્ટીવન સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોઇનિસ, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર અને એડમ જંપા
India vs Australia full schedule:
વનડે સીરીઝ
પ્રથમ વનડે- 27 નવેમ્બર, સિડની
બીજી વનડે- 29 નવેમ્બર, સિડની
ત્રીજી વનડે- 1 ડિસેમ્બર, માનુકા ઓવલ
ટી-20 સીરીઝ
પ્રથમ મેચ- 4 ડિસેમ્બર, માનુકા ઓવલ
બીજી મેચ- 6 ડિસેમ્બર, સિડની
ત્રીજી મેચ- 8 ડિસેમ્બર, સિડની
ટેસ્ટ સીરીઝ
પ્રથમ ટેસ્ટ- 17-21 ડિસેમ્બર, એડિલેડ
બીજી ટેસ્ટ- 26-31 ડિસેમ્બર, મેલબર્ન
ત્રીજી ટેસ્ટ- 7-11 જાન્યુઆરી, સિડની
ચોથી ટેસ્ટ- 15-19 જાન્યુઆરી, બ્રિસબેન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion