AUS vs NZ: આજે ઓસ્ટ્રેલિયાની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે, કોનો હાથ રહેશે ઉપર, શું કહે છે પીચ ને હવામાન રિપોર્ટ.......
ઓસ્ટ્રેલિયાની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે હતી, જેમાં તેણે વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી હતી. ટ્રેવિસ હેડ તે મેચમાં રમ્યો ન હતો,
Australia vs New Zealand Match Preview: 2023ના વર્લ્ડકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. જોકે આજે બે મેચ રમાશે, જેમાં પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ધર્મશાલા ખાતે અને બીજી મેચ બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. કીવી ટીમે અત્યાર સુધી પાંચમાંથી ચાર મેચ જીતી છે. તે આઠ પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રેલિયા પાંચમાંથી ત્રણ મેચ જીત્યું છે અને પૉઈન્ટ ટેબલમાં 6 પૉઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટ્રેવિસ હેડની વાપસી નક્કી
ઓસ્ટ્રેલિયાની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે હતી, જેમાં તેણે વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી હતી. ટ્રેવિસ હેડ તે મેચમાં રમ્યો ન હતો, પરંતુ તે આજે રમશે તે નક્કી જણાય છે. હેડ સિનિયર બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે. જ્યારે મિશેલ માર્શ ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. જો ટ્રેવિસ હેડને અંતિમ અગિયારમાં સ્થાન મળે છે, તો માર્નસ લાબુશેને બેન્ચ પર બેસવું પડશે.
પીચ રિપોર્ટ
ધર્મશાલા પિચ પરની મેચમાં બંને ઇનિંગ્સના પ્રારંભિક પાવરપ્લે એટલે કે 10-10 ઓવરમાં નવા બૉલ સાથે જબરદસ્ત સ્વિંગ થાય છે. આજની મેચમાં પણ ઝડપી બૉલરોને ઇનિંગની શરૂઆતમાં સારી મુવમેન્ટ જોવા મળશે. જોકે, ફાસ્ટ બૉલરોને મેચની બાકીની ઓવરો દરમિયાન અમુક અંશે આ મદદ મળતી રહે છે. અહીં સ્પિનરો માટે પણ કેટલીક તકો હશે. આ કારણ છે કે વિકેટ બંને છેડે થોડી ધીમી છે. એકંદરે અહીં બૉલરોનું વર્ચસ્વ રહે તેવી શક્યતા છે.
હવામાન અપડેટ
ધર્મશાળામાં રાબેતા મુજબ હળવા વાદળો રહેશે. આછો તડકો પણ રહેશે. બપોરે મહત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે અહીં વરસાદની કોઈ શક્યતા નથી. એકંદરે, આજે ધર્મશાલામાં હવામાન ક્રિકેટ માટે અદભૂત છે.
મેચ પ્રિડિક્શન
અમારું મેચ પ્રિડિક્શન મીટર કહી રહ્યું છે કે આ મેચ નજીકની હરીફાઈ હશે. જો કે ઓસ્ટ્રેલિયન ટીમનો હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. આ મેદાન પર ટૉસ જીતનાર પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન -
ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનીસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.
ન્યૂઝીલેન્ડના સંભવિત પ્લેઈંગ ઈલેવન-
ડેવૉન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટૉમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યૂસન અને ટ્રેન્ટ બૉલ્ટ.