શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતને ફાઇનલમાં ભારે પડેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે આ મહાન વિકેટકીપરની ભત્રીજી, જાણો વિગતે
હાલની ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને વિકેટકીપર એલિસા હિલી પૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર ઇયાન હિલીની ભત્રીજી છે
મેલબોર્નઃ મહિલા વર્લ્ડ ટી20 ફાઇનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે જબરદસ્ત માત આપી, આ મેચમાં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન એલિસા હિલીના શાનદાર પરફોર્મન્સના કારણે ઓસ્ટ્રેલિયા પાંચમી વાર વર્લ્ડ ચેમ્પિયન બની શક્યુ હતુ. એલિસા હિલી ઓસ્ટ્રેલિયન બૉલર મિશેલ સ્ટાર્કની પત્ની છે.
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની વિકેટકીપર બેટ્સમેન એલિસા હિલી મિશેલ સ્ટાર્કની પત્ની છે, તે તો બધા જાણે છે, પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે એલિસા હિલી પૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર ઇયાન હિલીની ભત્રીજી પણ છે.
હાલની ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને વિકેટકીપર એલિસા હિલી પૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર ઇયાન હિલીની ભત્રીજી છે.
ઇયાન હિલી ઓસ્ટ્રેલિયાના પૂર્વ ધાકડ વિકેટકીપર બેટ્સમેન હતા, 55 વર્ષીય ઇયાન હિલીએ ઓસ્ટ્રેલિયા તરફથી 119 ટેસ્ટ મેચમાં 4356 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 22 અડધી સદી સામેલ છે. વળી, ઇયાન હિલીની વનડે કેરિયર 168 મેચની છે, જેમાં 1764 રન બનાવ્યા છે.
મહિલા વર્લ્ડ ટી20ની ફાઇનલ મેચની વાત કરીએ તો, ટૉસ જીતીને પ્રથમે બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિન મહિલા ટીમે 20 ઓવરમાં 184 રન બનાવ્યા, અને ભારતને જીતવા માટે 185 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમ માત્ર 99 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ 85 રનથી મેચ જીતી લીધી હતી.
એલિસા હિલીએ ફાઇનલમાં 39 બૉલમાં 75 રનની તાબડતોડ ઇનિંગ રમતા 5 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion