ટેસ્ટમાં બેસ્ટ નીકળ્યો આ ક્રિકેટર, સચિન-સાંગાકારા જેવા દિગ્ગજો કરતાં પણ ઝડપી બનાવી દીધા 8000 રન, જાણો
સ્ટીવ સ્મિથ દુનિયાનો 33મો અને ઓસ્ટ્રેલિયાનો સાતમો બેટ્સમેન છે, જેને ટેસ્ટમાં આ આંકડો પાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે,
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિેકેટમાં સૌથી ઝડપથી 8000 રન પુરા કરનારો બેટ્સમેને બની ગયો છે. પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટના ચોથા દિવસે તેને દિલચસ્પ ઉપલબ્ધિ હાંસલ કરી, ફાસ્ટ બૉલર હસન અલીના બૉલ ચોગ્ગા ફટકારતા સ્ટીવ સ્મિથે પોતાની ટેસ્ટ કેરિયરના 8,000 રન પુરા કર્યા.
32 વર્ષના સ્ટીવ સ્મિથને આ આંકડા સુધી પહોંચવા માટે 85 ટેસ્ટની 151 ઇનિંગ લાગી. તેને આ મામલામાં શ્રીલંકાના કુમાર સાંગાકારા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર જેવા દિગ્ગજોને પછાડી દીધા છે. સાંગાકારાએ 12 વર્ષ પહેલા 152 ઇનિંગ રમીને પોતાના 8,000 ટેસ્ટ રન પુરા કર્યા હતા. વળી, સચીન તેંદુલકરે 154 ઇનિંગ રમીને 8,000 રન બનાવ્યા હતા.
સ્ટીવ સ્મિથ દુનિયાનો 33મો અને ઓસ્ટ્રેલિયાનો સાતમો બેટ્સમેન છે, જેને ટેસ્ટમાં આ આંકડો પાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્ટીવ સ્મિથે એક લેગ બ્રેક બૉલર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2010 માં તેને લૉર્ડ્સમાં પાકિસ્તાન વિરુદ્ધ ડેબ્યૂ કર્યુ હતુ. ધીમે ધીમે તે બેટિંગમાં છાપ છોડતો ગયો અને બાદમાં ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેનોમાનો એક બની ગયો.
સ્ટીવ સ્મિથે પોતાની ટેસ્ટ કેરિયરમાં 27 સદી ફટકારી છે, ટેસ્ટમાં તેની બેટિંગ એવરેજ 60 થી ઉપરની છે. હાલમાં ટેસ્ટના બેસ્ટ બેટ્સમેનોમાં તે ઇંગ્લેન્ડના જૉ રૂટ, ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન અને ભારતના વિરાટ કોહલીને ટક્કર આપે છે.
--
આ પણ વાંંચો........
FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર
Uniform Civil Code: શું ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?, જાણો શું છે સમાચાર
પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત
The Kashmir Files ફિલ્મને લઈને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા