ભારત - શ્રીલંકાની આગામી બેંગ્લોર ટેસ્ટ માટે અક્ષર પટેલની ટીમમાં એન્ટ્રી, આ ખેલાડીને બહાર મુકાયો
ભારત-શ્રીલંકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની બીજી અને છેલ્લી મેચ માટે ટીમ ઈન્ડિયામાં બદલાવ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમની સ્કોડમાં અક્ષર પટેલની એન્ટ્રી થઈ છે.
ભારત-શ્રીલંકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની બીજી અને છેલ્લી મેચ માટે ટીમ ઈન્ડિયામાં બદલાવ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમની સ્કોડમાં અક્ષર પટેલની એન્ટ્રી થઈ છે. આ સાથે જ કુલદીપ યાદવને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
કેમ થયો બદલાવઃ
BCCIએ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સીરીઝ માટે 22 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ હતી. ત્યારે કહેવાયું હતું કે અક્ષર હાલ આરામ (રિહૈબ)માં છે અને પ્રથમ ટેસ્ટમાં પસંદગી માટે તેઓ ઉપલબ્ધ નથી. અક્ષરની ફિટનેસના આધારે તેને બીજી ટેસ્ટ મેચમાં સ્થાન અપાશે. હવે જ્યારે અક્ષર પટેલ સંપુર્ણ રીતે ફીટ છે અને મોહાલી ટેસ્ટ વખતે જ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો હતો. તેથી ટીમ ઈન્ડિયામાં તેમની એન્ટ્રી પાક્કી થઈ ગઈ છે.
કુલદીપ યાદવ એક પણ મેચ રમ્યા વિના કેમ બહાર?
અક્ષરના બેકઅપ તરીકે જ કુલદીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે અક્ષર ટીમમાં જોડાયો છે, ત્યારે ટીમ મેનેજમેન્ટ ત્રણ ડાબોડી સ્પિનરોને ટીમમાં સ્થાન આપવાના મૂડમાં નથી. નોંધનીય છે કે, રવિન્દ્ર જાડેજા પણ ડાબોડી સ્પિનર છે અને અક્ષર-કુલદીપ પણ ડાબોડી સ્પિનર છે. આવી સ્થિતિમાં માત્ર બે ડાબા હાથના બોલરોને જ ટીમમાં સ્થાન મળી શકે છે. આ સિવાય ટીમ ઈન્ડિયામાં આર અશ્વિન અને જયંત યાદવ જેવા સ્પિનરો પણ હાજર છે. એટલા માટે ટીમ મેનેજમેન્ટે કુલદીપ યાદવને ટીમની બહાર રાખવાનો નિર્ણય લીધો છે.
આગામી ટેસ્ટ બેંગ્લોરમાંઃ
ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી ટેસ્ટ 12 માર્ચે બેંગલુરુમાં રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ હશે, જે ગુલાબી બોલથી રમાશે. મોહાલી ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે.
બેંગ્લોર ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), પ્રિયંક પંચાલ, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ પંત (WK), કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), જયંત યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, સૌરભ કુમાર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી.