શોધખોળ કરો
Advertisement
ખેડૂત આંદોલનને મુદ્દે 'દંગલ'ની ફોગાટ બહેનો ઝગડી પડી, એકબીજા સામે કર્યા શું પ્રહાર?
ખેડૂતોના આ આંદોલનને કેટલીક સેલિબ્રિટીએ અને વિદેશોમાંથી પણ સમર્થન મળી રહ્યું છે, જ્યારે કેટલાક લોકો ખેડૂતોના આંદોલનને ખોટુ ગણાવી રહ્યાં છે
નવી દિલ્હીઃ હાલ દેશમાં ખેડૂતો અને સરકાર વચ્ચે કૃષિ બિલને લઇને આમને સામને જેવી સ્થિતિ બનેલી છે. ખેડૂત સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલને રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે સરકાર આ બિલમાં આંશિક સુધારો કરવા તૈયાર છે, પરંતુ રદ્દ કરવા તૈયાર નથી. આ વાતને લઇને દિલ્હીની બોર્ડરો પર છેલ્લા 20 દિવસથી પણ વધુ સમયથી ખેડૂતોએ ઉગ્ર આંદોલન શરૂ કરી દીધુ છે.
ખેડૂતોના આ આંદોલનને કેટલીક સેલિબ્રિટીએ અને વિદેશોમાંથી પણ સમર્થન મળી રહ્યું છે, જ્યારે કેટલાક લોકો ખેડૂતોના આંદોલનને ખોટુ ગણાવી રહ્યાં છે. હવે ખેડૂત આંદોલન મુદ્દે કુસ્તીની સ્ટાર એવી ફોગાટ સિસ્ટર્સ આમને સામને આવી ગઇ છે, બબિતા ફોગાટ અને વિનેશ ફોગાટ વચ્ચે ટ્વીટર પર જંગ છેડાઇ ગઇ છે.
કુસ્તીબાજ અને ભાજપ નેતા બબીતા ફોગાટ પોતાના ટ્વિટર દ્વારા ખેડૂત આંદોલન પર સતત પ્રતિક્રિયા આપી રહી છે. બબીતાએ પોતાનો મત વ્યક્ત કર્યો, તે કૃષિ કાયદાને ટેકો આપી રહી છે અને તે ખેડૂતોના સમર્થનમાં છે. આ દરમિયાન, તેણે તેમના ટ્વિટર પર આ ખેડૂત આંદોલન પર ગેંગ દ્વારા ટુકડા કરી હાઇજેક કરવાનો આરોપ મૂક્યો હતો.
આ વાત પર બબીતાની બહેન વિનેશ ફોગાટે તેનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું. જોકે, વિનેશે પોતાના ટ્વિટમાં તમામ ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો છે. બબીતા ફોગાટે ટ્વીટમાં લખ્યું હતું કે, “હવે લાગે છે કે આ ગેંગે ખેડૂત આંદોલનને ટુકડા કરી લીધા છે. હું બધા ખેડૂત ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરીને તમારા ઘરે પાછા ફરો. માનનીય વડા પ્રધાનજી ખેડૂત ભાઈઓના હકને ક્યારેય ન છીનવે. કોંગ્રેસ અને ડાબેરી લોકો ક્યારેય ખેડૂતનું ભલું કરી શકતા નથી.
બબીતાના આ ટ્વિટ પછી, તેની બહેન વિનેશ ફોગાટે કોઈનું નામ લીધા વિના અથવા ટેગ કર્યા વિના બે ટ્વીટ્સ કર્યા. તેણે પોતાના ટ્વિટ્સમાં ખેલાડીઓને ભાષાનું ગૌરવ જાળવવા અપીલ કરી હતી. તેણે ટ્વિટ કર્યું, “ખેલાડી હંમેશા ખેલાડી હોય છે, પછી ભલે તે કોઈ પણ ક્ષેત્રમાં જાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement