BCCI એ ક્રિકેટ સલાહકાર સમિતિ માટે ત્રણ સદસ્ય પસંદ કર્યા, ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ખેલાડીને મળ્યું સ્થાન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિની પસંદગી કરી છે. આમાં ભારતના ભૂતપૂર્વ ખેલાડી અશોક મલ્હોત્રાની પણ પસંદગી કરવામાં આવી હતી.
BCCI Cricket Advisory Committee (CAC): ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિની પસંદગી કરી છે. આમાં ભારતના ભૂતપૂર્વ ખેલાડી અશોક મલ્હોત્રાની પણ પસંદગી કરવામાં આવી હતી. તેમની સાથે જતિન પરાંજપે અને સુલક્ષણા નાઈકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અશોકની સાથે સુલક્ષણા અને જતિન પણ ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમી ચુક્યા છે. જોકે આ ત્રણેયની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બહુ લાંબી નથી રહી.
BCCIએ અશોક અને જતિનને CACમાં નવા સભ્યો તરીકે સામેલ કર્યા છે. જ્યારે સુલક્ષણાને રિટેન કરવામાં આવ્યા છે. તે અગાઉ પણ આ સમિતિનો ભાગ રહી ચૂકી છે. જતિને ભારતીય ક્રિકેટ ટીમ માટે 4 વનડે રમી છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 95 ઇનિંગ્સમાં 3964 રન બનાવ્યા છે. જતિને આ ફોર્મેટમાં 13 સદી અને 15 અડધી સદી ફટકારી છે. તેણે લિસ્ટ Aની 44 મેચોમાં 1040 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે.
🚨NEWS: BCCI announces appointment of CAC members.
More Details 👇https://t.co/SqOWXMqTsj— BCCI (@BCCI) December 1, 2022
અશોક મલ્હોત્રાએ ટીમ ઈન્ડિયા માટે 7 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે અડધી સદીની મદદથી 226 રન બનાવ્યા છે. તેણે 20 વનડે પણ રમી છે. અશોકે 457 રન બનાવવાની સાથે અડધી સદી ફટકારી છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 227 ઇનિંગ્સમાં 9784 રન બનાવ્યા છે. અશોકે આ ફોર્મેટમાં 24 સદી અને 52 અડધી સદી ફટકારી છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ ખેલાડી સુલક્ષણાએ 2 ટેસ્ટ અને 46 વનડે રમી છે. તેણે 41 ODI ઇનિંગ્સમાં 574 રન બનાવ્યા છે. આ દરમિયાન સુલક્ષણાએ 2 અડધી સદી ફટકારી છે. તેણે 31 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. સુલક્ષણાએ આ ફોર્મેટમાં 384 રન બનાવ્યા છે.
IPL 2023 Auction Date Schedule: 23 ડિસેમ્બરે થશે ખેલાડીઓનો હરાજી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 ની હરાજી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 23 ડિસેમ્બરે કોચીમાં તેનું આયોજન થવાનું છે. આ વખતે IPLની હરાજીમાં ઘણા મોટા ખેલાડીઓની બોલી લાગશે. આ યાદીમાં કેન વિલિયમસન, જો રૂટ, સેમ કુરાન, બેન સ્ટોક્સ જેવા ખેલાડીઓના નામ સામેલ છે. આગામી IPLની હરાજી પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા કુલ 85 ખેલાડીઓને છૂટા કરવામાં આવ્યા છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન માટે 23 ડિસેમ્બરે હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. IPLની આ હરાજી કોચીમાં થશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ફ્રેન્ચાઈઝીની સાથે સાથે ઘણા ખેલાડીઓ પણ આઈપીએલની હરાજી માટે ખૂબ ઉત્સુક છે. આ વખતે ટીમો ઘણા સ્ટાર ખેલાડીઓ પર મોટી બોલી લગાવી શકે છે. જો કે, તમને જણાવી દઈએ કે તમામ ફ્રેન્ચાઇઝીએ BCCI પાસે IPLની હરાજીની તારીખ લંબાવવાની માંગ કરી હતી. પરંતુ બીસીસીઆઈએ તારીખ લંબાવવાનો ઈન્કાર કરી દીધો હતો.