ભારતમાં જ રમાઈ શકે છે T20 વર્લ્ડ કપ, આ ત્રણ શહેરમાં રમાશે તમામ મેચ
બીસીસીઆઈએ વર્લ્ડ કપ માટે પહેલા 9 સ્થળની જાહેરાત કરી હતી. પરંતુ જેટલો વધારે પ્રવાસ ખેલાડીઓ કરે છે તેને કોરોના વાયરસનું જોખમ એટલું જ વધી જાય છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની આજે મહત્ત્વપૂર્ણ બેઠક મળવાની છે. આ બેઠકમાં બીસીસીઆઈના અધિકારી આઈપીએલ ટી20 વર્લ્ડ અને ઘરેલુ ક્રિકેટ પર ચર્ચા કરશે. ભારતમાં કોરોના વાયરસનો કહેરે બીસીસીઆઈની મુશ્કેલી વધારી રાખી છે. બીસીસીઆઈ આજે મળાનારા મીટિંગમાં વર્લ્ડ કપની મેજબાની પોતાની પાસે રાખવા માટે કોઈ ઉપાય શોધવાનો પ્રયત્ન કરશે.
સામે આવેલ જાણકારી અનુસાર બીસીસીઆઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સામે માત્ર ત્રણ શહેરમાં જ વર્લ્ડ કપના આયોજનની ઓફર કરી શકે છે. મુંબઈ, પુણે અને અમદાવાદમાં એ ત્રણ જગ્યા હશે જ્યાં આ વર્ષે ટી20 વર્લ્ડ કપ રમાઈ શકે છે.
બીસીસીઆઈએ વર્લ્ડ કપ માટે પહેલા 9 સ્થળની જાહેરાત કરી હતી. પરંતુ જેટલો વધારે પ્રવાસ ખેલાડીઓ કરે છે તેને કોરોના વાયરસનું જોખમ એટલું જ વધી જાય છે. ખેલાડી મોટાબાગનો સમય બાયો બબલરમાં સુરક્ષિત રહે ને તેને વધારે પ્રવાસ ન કરવો પડે એટલા માટે બીસીસીઆઈ માત્ર ત્રણ સ્થળ પર જ વર્લ્ડ કપનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે.
યૂએઈ હોઈ શકે છે બેઅકઅપ વેન્યૂ
બીસીસીઆઈ જોકે વર્લ્ડ ક્પનાં આયોજન માટે બેઅકપ પ્લાન પણ તૈયાર કરશે. જો ભારતમાં વર્લ્ડ કપનું આયોજન નહીં થાય તો બીસીસીઆઈ યૂએઈને બેકઅપ તરીકે રજૂ કરી શકે છે. યૂએઈમાં ત્રણ મેદાન છે અને ત્યાં કોરોનાના કહેરની વચ્ચે વિતેલા વર્ષે આઈપીએલનું સફળ આયોજન થયું હતું.
બીસીસીઆઈની મુશ્કેલી ખરેખર તો આઈપીએલ અટકી જવાને કારણે વધી છે. બીસીસીઆઈએ આઈપીએલની 14મી સીઝનની ખૂબ જ સફળ શરૂઆત કરી હતી. મુંબઈને ચેન્નઈમાં 20 દિવસ સુધી ટૂર્નામેન્ટ કોઈપણ મુશ્કેલી વઘર ચાલી. પરંતુ જેવા જ ખેલાડીએ દિલ્હી અને અમદાવાદ પહોંચ્યા ત્યાં બધું ગડબડ થઈ ગયું. બન્ને સ્થળ પર અનેક ખેલાડીઓ કોરોના પોઝિટિવ થયા બાદ આઈપીએલની 14મી સીઝન અટકાવી દેવામાં આવી.