શોધખોળ કરો

IND vs AUS: હજુ સુધી અમદાવાદ ટેસ્ટમાં બેટિંગ કરવા કેમ નથી આવ્યો શ્રેયસ અય્યર ? સામે આવ્યું ચોંકાવનારુ કારણ

શ્રેયસ અય્યર હજુ સુધી બેટિંગ કરવા નથી આવી રહ્યો તેને લઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે, અને દરેક લોકો જાણવા માંગે છે કે, આ છેવટે થયુ શું છે ?

India vs Australia, 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં અત્યારે ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે, ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી છે. ચોથા દિવસે છે અને હજુ સુધી પ્રથમ ઇનિંગ જ રમાઇ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ વાત સામે આવી છે. ભારતીય ટીમની એક પછી એક વિકેટો પડી રહી છે, પરંતુ હજુ સુધી સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર બેટિંગ કરવા મેદાનમાં નથી આવ્યો. 

શ્રેયસ અય્યર હજુ સુધી બેટિંગ કરવા નથી આવી રહ્યો તેને લઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે, અને દરેક લોકો જાણવા માંગે છે કે, આ છેવટે થયુ શું છે ? હવે આનો જવાબ ખુદ બીસીસીઆઇએ આપ્યો છે.  

શ્રેયસ અય્યરને લઇને ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા અપડેટમાં બતાવવામાં આવ્યુ છે કે, ત્રીજા દિવસની રમત બાદ શ્રેયસ અય્યરને પીઠમાં દુઃખાવો થયો હતો, જેના કારણે તેને અત્યારે મેડિકલ ટીમની નજર હેઠળ રાખવામાં આવ્યો છે. ચોથા દિવસે પણ હજુ શ્રેયસ અય્યર મેદાનમાં નથી આવ્યો, અને તેના મેદાનમાં આવવાના ચાન્સ પણ બહુ ઓછા છે. શ્રેયસ અય્યરને અત્યારે સ્કેન માટે લઇ જવામાં આવ્યો છે. 

હવે બીસીસીઆઇના અપડેટ બાદ સંશય બનેલો છે કે શું શ્રેયસ અય્યર ચોથી ટેસ્ટમાં આગળ રમશે કે નહીં. જો તે નથી રમતો તે ટીમ ઇન્ડિયા માટે મોટુ નુકશાન સાબિત થઇ શકે છે. 

પહેલી ટેસ્ટમાં પણ નહતો રમી શક્યો શ્રેયસ અય્યર -
આ ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટ મેચમાં પણ શ્રેયસ અય્યર પીઠની સમસ્યાના કારણે ન હતો રમી શક્યો. જે પછી NCA એ જ્યારે તેને સીરીઝની બીકીની ટેસ્ટ મેચ રમવા માટે પુરેપુરી રીતે ફિટ જાહેર કર્યો હતો, તો તે દિલ્હી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ બન્યો હતો. હવે ચોથી ટેસ્ટમાં ફરી એકવાર તે સમસ્યાનો શિકાર બન્યો છે. 

Virat Kohli Century: 1204 દિવસ બાદ વિરાટની સદી, ટેસ્ટમાં ફટકારી પોતાની 28મી સેન્ચૂરી

વિરાટ કોહલીનું 28મી ટેસ્ટ શતક  -
વિરાટ કોહલીની આ ટેસ્ટ ક્રિકેટમાં 28મી સદી છે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે 7મી વાર ત્રણ અંકોના સ્કૉર સુધી પહોંચ્યો છે. ચોથા દિવસે વિરાટે 241 બૉલમાં પોતાની સદી પુરી કરી, આ દરમિયાન તેને માત્ર 5 જ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત તેને તમામ રન દોડીને લીધા હતા. 

વિરાટ કોહલીની આ સદી ત્રણ વર્ષ બાદ અને 41 ઇનિંગના ઇન્તજાર બાદ આવી હતી. વિરાટે પોતાની 27મી સદી અને 28મી સદી વચ્ચે કુલ 41 ઇનિંગ રમી હતી, આ પછી તેને સદી ઠોકી હતી. જોકે, આ પહેલા તેને અફઘાનિસ્તાન વિરુ્દ્ધ ટી20માં અને બાંગ્લાદેશ વિરુદ્ધ વનડેમાં સદી ફટકારી હતી. આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા વિરુદ્ધ વિરાટે વનડેમાં બે સેન્ચૂરી ઠોકી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Advertisement

વિડિઓઝ

હું તો બોલીશ: રઝળતા ઢોર અને કૂતરાંને લઈ સુપ્રીમ ઓર્ડર
Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
IND vs AUS: ગાબામાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ? ક્યા ખેલાડીની કિસ્મત ચમકશે 
IND vs AUS: ગાબામાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ? ક્યા ખેલાડીની કિસ્મત ચમકશે 
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ICC એ કર્યો ઐતિહાસિક નિર્ણય, World Cup માં કર્યો મોટો બદલાવ, ટીમોની સંખ્યામાં થયો વધારો
ICC એ કર્યો ઐતિહાસિક નિર્ણય, World Cup માં કર્યો મોટો બદલાવ, ટીમોની સંખ્યામાં થયો વધારો
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
Embed widget