Lahiru Thirimanne Retires: વર્લ્ડકપ પહેલા આ ઘાતક ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા, લખી ઈમોશનલ પોસ્ટ
Lahiru Thirimanne Sri Lanka: શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી લાહિરુ થિરિમાનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ માહિતી આપી હતી.
Lahiru Thirimanne Sri Lanka: શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી લાહિરુ થિરિમાનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ માહિતી આપી હતી. થિરિમાને લાંબા સમયથી ટીમની બહાર ચાલી રહ્યો હતો. તેણે માર્ચ 2022માં શ્રીલંકા માટે છેલ્લી મેચ રમી હતી. ત્યારથી તે બહાર હતો. થિરિમાનેએ વનડે ક્રિકેટમાં 4 સદી ફટકારી છે અને ટેસ્ટમાં 3 સદી ફટકારી છે. તેણે બોલિંગમાં પણ હાથ અજમાવ્યો છે. થિરિમાનેએ પોતાની નિવૃત્તિને લઈને સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
શું લખી પોસ્ટ
થિરિમાનેએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “દેશ માટે રમવું મારા માટે ગર્વની વાત છે. છેલ્લા 13 વર્ષમાં મને મળેલી સુંદર યાદો માટે આભાર. મારી મુસાફરી દરમિયાન તમારી શુભેચ્છાઓ બદલ આભાર. હવે અમે આગામી સ્ટોપ પર મળીશું.”, થિરિમાનેની આ પોસ્ટને ઘણા લોકોએ પસંદ કરી હતી. તેના પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી હતી.
View this post on Instagram
ક્રિકેટરની કરિયર પર એક નજર
થિરિમાને શ્રીલંકા માટે 44 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 2088 રન બનાવ્યા. તેણે ટેસ્ટમાં 3 સદી અને 10 અડધી સદી ફટકારી છે. થિરિમાનેનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર અણનમ 155 રન છે. તેણે 127 વનડેમાં 3194 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 4 સદી અને 21 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ વનડે સ્કોર અણનમ 139 રહ્યો છે. તેણે 26 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 291 રન બનાવ્યા છે. થિરિમાને ફર્સ્ટ ક્લાસ મેચોમાં પણ સારો દેખાવ કર્યો છે. તેણે 23 સદીની મદદથી 8799 રન બનાવ્યા છે. તેણે લિસ્ટ Aની 233 મેચમાં 6007 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 7 સદી અને 43 અડધી સદી ફટકારી છે.
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
