શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનને મોટી રાહત, આ મેચ વિનર ખેલાડી હવે આઇપીએલ રમવા મેદાનમાં ઉતરશે, જાણો વિગતે
રાજસ્થાન રૉયલ્સ બેન સ્ટૉક્સની ન્યૂઝીલેન્ડતી યુએઇ પહોંચવાની જાણકારી આપી છે. યુએઇના નિયમો અંતર્ગત બેન સ્ટૉક્સને હવે 6 દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેવુ પડશે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રૉયલ્સ માટે સારા સમાચાર આવ્યા છે. સતત બે હારનો સામનો કરી ચૂકેલી રાજસ્થાનની ટીમ સાથે ટુંક સમયમાં મેચ વિનર ખેલાડી બેન સ્ટૉક્સ જોડાઇ જશે. ટીમનો સ્ટાર ખેલાડી બેન સ્ટૉક્સ યુએઇ પહોંચી ચૂક્યો છે, અને તે રાજસ્થાન રૉયલ્સ માટે નેક્સ્ટ મેચ રમી શકે છે. પોતાના પિતા બિમાર હોવાના કારણે બેન સ્ટૉક્સ હજુ સુધી આઇપીએલની એકપણ મેચ રમી શક્યો નથી.
રાજસ્થાન રૉયલ્સ બેન સ્ટૉક્સની ન્યૂઝીલેન્ડતી યુએઇ પહોંચવાની જાણકારી આપી છે. યુએઇના નિયમો અંતર્ગત બેન સ્ટૉક્સને હવે 6 દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. આની સાથે ટીમ સાથે જોડાવવા માટે બેન સ્ટૉક્સને બે કૉવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવવા પણ જરૂરી છે.
રાજસ્થાન રૉયલ્સે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રારંભ કર્યો હતો, પરંતુ છેલ્લી બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઉથપ્પા આઉટ ઓફ ફોર્મ હોવાના કારણે ટીમનો મીડલ મુશ્કેલીમાં છે. આ ઉપરાંત બેન સ્ટૉક્સની જગ્યાએ ટીમમાં રમી રહેલો ટૉમ કરન પણ ખુબ મોંઘો સાબિત થઇ રહ્યો છે. આ સિઝનમાં ટૉમ કરન ખુબ ધોવાયો છે.
ખાસ વાત છે કે બેન સ્ટૉક્સના આવવાથી ટીમને ઓલરાઉન્ડર મળી જશે, જેનાથી ટીમને બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગમાં મોટી રાહત મળશે. બેન સ્ટૉક્સ હાલ શાનદાર ફોર્મમાં છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement