Big Bash Leagueમાં વિદેશ ખેલાડીઓની પસંગી માટે ડ્રાફ્ટ સિસ્ટમ લાગુ થશે, જાણો વિશેષતા અને નિયમો
ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગ બેશ લીગમાં હવે વિદેશી ખેલાડીઓની પસંદગી ડ્રાફ્ટ સિસ્ટમથી કરવામાં આવશે.
BBL Draft System: ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગ બેશ લીગમાં હવે વિદેશી ખેલાડીઓની પસંદગી ડ્રાફ્ટ સિસ્ટમથી કરવામાં આવશે. આ ડ્રાફ્ટ સિસ્ટમ આગામી સીઝનથી લાગુ થશે. આ ડ્રાફ્ટ સિસ્ટમ હેઠળ તમામ ટીમોએ ઓછામાં ઓછા 2 ખેલાડીઓ પસંદ કરવાના રહેશે, જ્યારે વધુમાં વધુ 3 ખેલાડીઓની પસંદગી કરી શકાશે. એવું માનવામાં આવે છે કે આ ડ્રાફ્ટ સિસ્ટમ માટે નોમિનેશન આગામી થોડા જ મહિનામાં શરૂ થશે.
પ્લેટિનમ સહિત 4 કેટેગરી હશેઃ
ખેલાડીઓની પસંદગી માટેની આ ડ્રાફ્ટ સિસ્ટમમાં 4 કેટેગરી હશે. પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 4 કેટેગરી હશે. વિવિધ કેટેગરીમાં આવતા ખેલાડીઓની કિંમત અલગ-અલગ હશે. પ્લેટિનમ કેટેગરીમાં આવતા ખેલાડીઓની કિંમત સૌથી વધુ હશે. મહત્વનું છે કે લોટરી દ્વારા ડ્રાફ્ટ ઓર્ડર નક્કી કરવામાં આવશે. જ્યારે આ સિવાય તમામ ટીમો પાસે ખેલાડીઓને રીટેન કરવાનો (જાળવી રાખવાનો) વિકલ્પ હશે.
પ્લેટિનમ કેટેગરીના ખેલાડીઓને પ્રથમ રાઉન્ડમાંઃ
પ્રથમ રાઉન્ડમાં પ્લેટિનમ કેટેગરીમાં સામેલ ખેલાડીઓ હશે. તમામ બિગ બેશ ટીમોને ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 3 વિદેશી ખેલાડીઓ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય આ લીગમાં રમતી તમામ ટીમો વધુમાં વધુ 18 ખેલાડીઓની ટીમ બનાવી શકે છે. જેમાં 2-3 વિદેશી ખેલાડીઓ હશે, જ્યારે બાકીના સ્થાનિક ખેલાડીઓ હશે.
આ પણ વાંચોઃ
Breaking News LIVE: મને કોઈ અટેક નહોતો આવ્યો, મારું અપહરણ થયું હતુંઃ નીતિન દેશમુખ
PM Modi Germany Visit: G7 સંમેલનમાં ભાગ લેવા PM મોદી જશે જર્મની, જાણો પરત ફરતી વખતે કેમ જશે UAE