શોધખોળ કરો

Border - Gavakar Trophy: જાણો અમદાવાદમાં 8 થી 13 માર્ચ સુધી કેમ નહીં ઉડાડી શકાય ડ્રોન ?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે.

Narendra Modi Stadium: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. આ મુકાબલો નિહાળવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ આવશે. બંને દેશના પીએમ સાથે બેસીને મેચ નીહાળશે. પીએમ મોદી આવતીકાલે રાત્રે અમદાવાદ આવશે. મેચ પહેલા પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 8 માર્ચથી 13 માર્ચ સુધી સમગ્ર શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન રહેશે.

સ્ટેડિયમ ફેરવાયું પોલીસ છાવણીમાં

અમદાવાદ શહેરમાં યોજાનારી ટેસ્ટ મેચ અગાઉ સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. યુવાનોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ માટે ભારે ઉત્સાહ છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરાયો છે. BRTS અને મેટ્રોની ફ્રિકવનસીમાં પણ વધારો કરાયો છે. સ્ટેડિયમમાં VVIP બંદોબસ્તના પગલે બેરીકેટિંગ કરવામાં આવ્યું છે. 5000 થી વધુ પોલીસ કર્મચારીઓ સ્ટેડિયમની બહાર ફરજ ઉપર હાજર રહેશે.

સૌથી વધુ સંખ્યામાં પ્રેક્ષકોનો મેચ જોવાનો બની શકે છે રેકોર્ડ

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમોમાંનું એક અમદાવાદનું આ સ્ટેડિયમ આ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે. હાલમાં ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના નામે આ રેકોર્ડ છે. ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકો જોવાનો રેકોર્ડ MCG પાસે છે. આ ટેસ્ટ સિરીઝની અમદાવાદ ટેસ્ટ મેચની વાત કરીએ તો પહેલા દિવસની રમતની અત્યાર સુધીમાં 85,000થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. આ સાથે, જો વિદ્યાર્થીઓ અને પરિવારોને સ્ટેડિયમમાં મેચ જોવાની સુવિધા મળશે તો પ્રથમ દિવસે જ આ સંખ્યા 1 લાખને વટાવી જવાની આશા છે. અમદાવાદ સ્ટેડિયમની કુલ ક્ષમતા 1,32,000 છે. જો અમદાવાદના સ્ટેડિયમમાં 1 લાખ લોકો એકસાથે ટેસ્ટ મેચનો આનંદ માણશે તો ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે સ્ટેડિયમમાં આટલા બધા દર્શકો હાજર હશે. અગાઉ, 2013-14 એશિઝ શ્રેણી દરમિયાન MCG ખાતે એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકોનો રેકોર્ડ નોંધાયો હતો, જ્યારે 91,112 દર્શકોએ સ્ટેડિયમમાં બેસીને મેચનો આનંદ માણ્યો હતો.

ભારત 2-1થી છે આગળ

આ ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી રમાયેલી 3 ટેસ્ટ મેચોમાંથી જ્યાં ભારતીય ટીમે પ્રથમ 2 મેચ જીતી હતી, ત્યાં ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રીજી ટેસ્ટ મેચ 9 વિકેટે જીતીને શ્રેણીમાં શાનદાર વાપસી કરી હતી.

સ્ટેડિયમની વિશેષતા

  • મોટેરા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 10 હજાર દર્શકોની બેસવાની ક્ષમતા છે.
  • આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.
  • તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રેક્ટિસ માટેની સુવિધાઓ છે.
  • અહીંની ડ્રેનેજ સિસ્ટમ એટલી આધુનિક છે કે વરસાદ બંધ થયાના અડધા કલાક પછી જ મેચ શરૂ થઈ શકે છે.
  • દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં ખાસ એલઇડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Embed widget