Usman Khawaja Catch Viral: અદભૂત... ખ્વાઝાએ હવામાં ઉડીને પકડી લીધો અય્યરને અસંભવ કેચ, જોઇને બધા ચોંક્યા
ટીમ ઇન્ડિયા માટે બીજી ઇનિંગમાં શ્રેયસ અય્યરે 27 બૉલમાં 26 રનોની ઇનિંગ રમી હતી, ખરેખરમાં ઇન્ડિયા માટે આજનો દિવસ મુશ્કેલ હતો,
Usman Khawaja Catch Viral: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ઇન્દોર ટેસ્ટમાં અત્યારે બીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે, બીજો દિવસ ભારતીય ટીમ માટે એકદમ ખરાબ રહ્યો છે. આ દિવસો ભારતીય ટીમ બીજીવાર 200 રનની અંદર ઓલઆઉટ થઇ ગઇ છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 163 રન જ બનાવી શકી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમને જીતવા માટે 76 રનોનો નજીવો ટાર્ગેટ મળ્યો છે. બીજા દિવસનો એક વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો કાંગારુ ફિલ્ડર ઉસ્માન ખ્વાઝાનો છે. ખ્વાઝાએ અદભૂત કેચ પકડ્યો છે.
ખ્વાઝાએ શ્રેયસ અય્યરનો અદભૂત કેચ પકડ્યો -
ટીમ ઇન્ડિયા માટે બીજી ઇનિંગમાં શ્રેયસ અય્યરે 27 બૉલમાં 26 રનોની ઇનિંગ રમી હતી, ખરેખરમાં ઇન્ડિયા માટે આજનો દિવસ મુશ્કેલ હતો, આ સ્થિતિમાં અય્યર સારી બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ ઉસ્માન ખ્વાઝાએ શાનદાર કેચ પકડ્યો અને તેને પેવેલિયન ભેગુ થવુ પડ્યુ હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક 38મી ઓવર નાંખી રહ્યો હતો, આ ઓવરના બીજા બૉલ પર તેને શ્રેયસ અય્યરને ખ્વાઝાના હાથોમાં ઝીલાવી દીધો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયાને પાંચમો ઝટકો લાગ્યો હતો.
હવામાં ઉડીને પકડ્યો કેચ -
ખરેખરમાં, અય્યર જ્યારે ફ્લિક કરવા ગયો તો બૉલ ખ્વાઝાથી ખુબ દુર નીકળી રહ્યો હતો, પરંતુ ચતુર ચાલક ખ્વાઝાએ તેના પર ડાઇવ મારી અને પોતાની ડાબી બાજુએ કુદકો મારીને તેને હવામાં જ અદભૂત રીતે કેચ પકડી લીધો હતો. આ કેચ જોઇને શ્રેયસ અય્યર પણ ચોંકી ગયો હતો. આનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
Shreyas Iyer dismissal#INDvsAUSTest #IndVsAus #BGT#shreyasiyer pic.twitter.com/xk8O1PyPWe
— ßivek¹⁸ (@Bvekgupta) March 2, 2023
Brilliant catch by Khawaja to end the brilliant cracking inning of Shreyas Iyer.. played nice short gem of inning and shook Aussies bowling attack 🤔🤔
— DaebakAnkita💃 (@DaebakankitaF) March 2, 2023
#INDvAUS #AUSvIND #axarpatel #RohitSharma #Ashwin #viratkohli #pant #RavindraJadeja #BGT2023 pic.twitter.com/jnQO0RD1D4
— IPLT20 Fan (@FanIplt20) March 2, 2023
--
Shreyas Iyer dismissal#INDvsAUSTest #IndVsAus #BGT#shreyasiyer pic.twitter.com/xk8O1PyPWe
— ßivek¹⁸ (@Bvekgupta) March 2, 2023
Shreyas Iyer in Tests :
— 12th Khiladi (@12th_khiladi) March 2, 2023
Against Spin :
449 Runs at 49.9 Avg & 65.8 SR
Against Pace :
217 Runs at 36.2 Avg & 65.8 SR#ShreyasIyer #INDvAUS pic.twitter.com/UQibLYeBSo