બૂમરાહ સાઉથની હોટ એક્ટ્રસને નહીં પણ આ સેલિબ્રિટી સાથે કરશે લગ્ન, 14-15 માર્ચે ક્યાં થશે લગ્ન ?
આ લગ્ન ગોઆમાં થશે અને તેને લગતી બધી વાતો ખાનગી રાખવામાં આવી છે.
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સાઉથની એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરનને પરણવાનો છે એવી વાતો ચાલી રહી છે. જો કે, બૂમરાહની નજીકનાં સૂત્રોએ જણાવ્યું છે કે બૂમરાહ અનુપમા સાથે નહીં પણ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરશે. સંજના ગણેશન જાણીતી સેલિબ્રિટી છે.
આ લગ્ન ગોઆમાં થશે અને તેને લગતી બધી વાતો ખાનગી રાખવામાં આવી છે. બંનેનાં લગ્નની તારીખની પણ સત્તાવાર જાહેરાત કરાઈ નથી પણ બંને 14-15 માર્ચે ગોઆમાં લગ્ન કરશે. બૂમરાહનો પરિવાર પહેલાં મુંબઈ જશે અને ત્યાંથી ગોઆ જશે. બૂમરાહના પરિવારે કરાવેલા ફ્લાઈટ બુકિંગના આધારે બંનેનાં લગ્ન 14-15 માર્ચે થશે એવો દાવો કરાયો છો.
તાજેતરમાં જ પૂરી થયેલી ઈગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચમાં બૂમરાહ નહોતો રમ્યો. જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટમાં અંગત કારણોસર આખરી ઇલેવનમાંથી નામ પરત ખેંચ્યુ હતું. 12 માર્ચથી શરૂ થતી ટી-20 શ્રેણીમાં પણ તેને આરામ આપવામાં આવ્યો છે. બૂમરાહ ઈંગ્લેન્ડ સામેની વન-ડેમાં પણ નહી રમે અને સીધો આઇપીએલમાં રમવા ઉતરશે.