શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

MS Dhoni Birthday: ટિકીટ કલેક્ટરથી વિશ્વ વિજેતા બનવા સુધીની સફર, આવું પરાક્રમ કરનારો એકમાત્ર કેપ્ટન

MS Dhoni Birthday: આજે દુનિયાના મહાનતમ કેપ્ટનમાં સામેલ મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ છે. મહેન્દ્રસિંહ ધોની એક એવું નામ છે જે ક્રિકેટની દુનિયાના તમામ કેપ્ટનો કરતા હંમેશા એક કદમ આગળ રહ્યો છે

MS Dhoni Birthday: આજે દુનિયાના મહાનતમ કેપ્ટનમાં સામેલ મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ છે. મહેન્દ્રસિંહ ધોની એક એવું નામ છે જે ક્રિકેટની દુનિયાના તમામ કેપ્ટનો કરતા હંમેશા એક કદમ આગળ રહ્યો છે. જેણે એકલા હાથે ટીમ ઈન્ડિયાને ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવીને જીત સુધી પહોંચાડ્યું. જ્યાં સુધી ધોની ક્રિઝ પર હતો ત્યાં સુધી ભારતીય ચાહકોને જીતની આશા રહેતી હતી. ડેથ ઓવરોમાં તેની વિસ્ફોટક બેટિંગનો કોઈ મુકાબલો નહોતો અને મેદાન પર તેની ચપળતા સ્પષ્ટ દેખાતી હતી. તેની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર અને વિકેટકીપર્સમાં થાય છે. ધોની આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

ટિકીટ કલેક્ટરની નોકરી છોડી ક્રિકેટ પર લગાવ્યુ ધ્યાન 
મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ 1981ના રોજ અવિભાજિત બિહારમાં થયો હતો. બાળપણમાં તેને ક્રિકેટર બનવામાં રસ નહોતો, તેને ફૂટબોલ પસંદ હતો અને તે ગૉલકીપર બનવા માંગતો હતો, પરંતુ શાળાના ક્રિકેટ કોચે તેને ક્રિકેટ રમવાની પ્રેરણા આપી. પછી ધીરે ધીરે તેનો ઝોક ક્રિકેટ તરફ વધતો ગયો અને તે આ રમતનો સૌથી મોટો રાજા બનીને ઉભરી આવ્યો. તેણે ક્રિકેટ જગતમાં તે ઉંચાઈઓને સ્પર્શી, જ્યાં પહોંચવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. તેમણે રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. પરંતુ પછી તેને ત્યાં મન ન લાગ્યું અને તેણે જોબ છોડી દીધી અને ફરીથી ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ત્રણેય ICC ટ્રૉફી જીતનારો એકમાત્ર કેપ્ટન 
દરેક ICC ટ્રોફી મહેન્દ્રસિંહ ધોનીના તાજમાં રત્નની જેમ ચમકી રહી છે. ચેમ્પિયન્સ ટ્રૉફી, ODI વર્લ્ડકપ અને T20 વર્લ્ડકપ - ત્રણેય ICC ટ્રોફી જીતનાર ધોની એકમાત્ર કેપ્ટન છે. ધોનીએ 2004માં ભારત તરફથી ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ભલે તે પોતાની પ્રથમ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો, પરંતુ તે તેની બેટિંગ કુશળતાને કારણે ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર બની ગયો હતો. વર્ષ 2007માં તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો અને ત્યાર બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને સફળતા તેના પગ ચૂમતી રહી. તેમની કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ બાદ ODI વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. તેણે ફાઈનલ મેચમાં તોફાની 91 રન બનાવ્યા હતા અને ટ્રોફી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે પણ તેણે ફટકારેલી સિક્સ ક્રિકેટ ચાહકોના મનમાં જીવંત છે.

તે ચિત્તાની ચપળતા સાથે વિકેટકીપિંગ માટે જાણીતો છે. તેણે ઘણા અદભૂત કેચ લીધા અને વિકેટની પાછળથી રમત બદલી નાખી. તે ઝડપથી સ્ટમ્પિંગ કરતો હતો અને તેનો હેતુ શૂટર મારતો હોય તેટલો સચોટ હતો. તેની સમગ્ર ક્રિકેટ કારકિર્દી દરમિયાન, ધોનીએ ક્યારેય કોઈની સાથે ઝઘડો નથી કર્યો અને તે હંમેશા તેના શાંત સ્વભાવ માટે જાણીતો હતો. ક્રિકેટના મેદાનમાં તેમનાથી સારી રણનીતિ ભાગ્યે જ કોઈ બનાવી શકે. તે બીજાની રમત વાંચવામાં માહિર હતો. ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 18 મહિના સુધી ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 રહી.

વર્ષ 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ 
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ આ પછી પણ તેની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. તે આઈપીએલમાં રમી રહ્યો છે અને ચાહકો તેની બેટિંગ જોવા આતુર છે. ધોનીએ IPL 2024 પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને તેની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ધોનીની કેપ્ટનશીપમાં CSK ટીમ પાંચ વખત IPL ટ્રોફી જીતી ચૂકી છે. એક ખેલાડી તરીકે ધોની હજુ પણ IPLમાં રમી રહ્યો છે.

ભારત માટે રમ્યા ત્રણેય ફોર્મેટ 
મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટ જગતના દરેક મેદાન પર ઝંડા ફરકાવ્યા અને વિરોધી ટીમને હરાવી. એક નાનકડા શહેરમાંથી આવીને તેણે ક્રિકેટની વાર્તા લખી જે બીજા કોઈ માટે ખૂબ મુશ્કેલ છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 350 વનડે મેચમાં 10773 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં તેના નામે 10 સદી છે. તેના નામે 98 T20I મેચોમાં 1617 રન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget