Chris Gayle Dance Video: ગરબાના રંગમાં રંગાયો 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલ, ડાન્સ વીડિયો થયો વાયરલ
ભારતના દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ અને વેસ્ટ ઈન્ડિઝના કરિશ્માઈ બેટ્સમેન ક્રિસ ગેલે જોધપુરમાં નવરાત્રીની ઉજવણી કરી હતી.
Chris Gayle Viral Dance Video: ભારતના દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ અને વેસ્ટ ઈન્ડિઝના કરિશ્માઈ બેટ્સમેન ક્રિસ ગેલે જોધપુરમાં નવરાત્રીની ઉજવણી કરી હતી. આ નવરાત્રીના અવસર પર, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન અને યુનિવર્સ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેલે જોરદાર ડાન્સ કર્યો છે. ક્રિસ ગેલના આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ક્રિસ ગેલે ગરબા રમ્યા
યુનિવર્સ બોસ અને વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે રાજસ્થાનમાં નવરાત્રીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તે ગરબા કરતો જોવા મળ્યો હતો. ક્રિસ ગેલના ગરબાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગરબા રમતા ક્રિસ ગેલનો આ વિડિયો તેની લિજેન્ડ્સ ક્રિકેટ લીગ, ગુજરાત જાયન્ટ્સની ફ્રેન્ચાઇઝીએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. ક્રિકેટ ચાહકોને ક્રિસ ગેલનો આ ગરબા ડાન્સ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે અને લોકો ગેલના આ વીડિયોને ખૂબ શેર પણ કરી રહ્યા છે.
The Universe Boss @henrygayle dancing on the dhol beats to celebrate Navratri! 🔥😍@llct20 @AdaniSportsline #GarjegaGujarat #LLCT20 #BossLogonKaGame #LegendsLeagueCricket #Adani #cricketlovers #cricketfans #indiancricket #cricketfever #cricketlife #T20 #BCCI #cricket pic.twitter.com/Cv3GbcZlE6
— Gujarat Giants (@GujaratGiants) October 2, 2022
ગુજરાત જાયન્ટ્સે નવરાત્રીની ઉજવણી કરી
ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ અને વેસ્ટ ઈન્ડિઝના પ્રભાવશાળી બેટ્સમેન ક્રિસ ગેલે જોધપુરમાં નવરાત્રીની ઉજવણી કરી, જ્યાં તેમની ટીમ આજે સોમવારે બરકતુલ્લા ખાન સ્ટેડિયમ ખાતે અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ મેચનું અંતિમ ચરણ રમશે. તમને જણાવી દઈએ કે સેહવાગ, પાર્થિવ પટેલ, કેવિન ઓ'બ્રાયન, ગ્રીમ સ્વાન, રિચર્ડ લેવી અને ગુજરાત જાયન્ટ્સના અજંતા મેન્ડિસ પણ તેની ટીમનો ભાગ છે. આ તમામ ખેલાડીઓ નવરાત્રીના અવસર પર ટીમ સાથે આ તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ ખેલાડીઓની તસવીરો સામે આવી હતી.
ગેઈલે તોફાની ઈનિંગ્સ રમી હતી
હાલમાં જ ભીલવાડા કિંગ્સ સામે રમાયેલી મેચમાં ક્રિસ ગેલ તોફાની ઇનિંગ રમતા જોવા મળ્યો હતો. તેણે 170ના સ્ટ્રાઈક રેટથી 40 બોલમાં 68 રનની ઈનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને ત્રણ લાંબી સિક્સરનો સમાવેશ થાય છે. જો કે ગુજરાત જાયન્ટ્સ મેચ હારી ગઈ હતી.