GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશની મુખ્ય પરીક્ષા 18-19 ફેબ્રુઆરીએ યોજાશે

GSSSB exam dates: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી- અધિક્ષકની મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.
મુખ્ય પરીક્ષાની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નાણા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતામાં સબ ઓડિટર અને હિસાબનીશ સહિતના પદ પર કુલ 266 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેની પ્રિલીમ પરીક્ષા લેવાયા બાદ હવે મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.
પરીક્ષાની તારીખ
મંડળ દ્વારા મુખ્ય પરીક્ષા આગામી 18-19 ફેબ્રુઆરી, 2025ના રોજ લેવામાં આવશે.

કોલ લેટર અને અન્ય સૂચનાઓ
પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા સહિતની અન્ય સૂચનાઓ મંડળની ઓફિશિયલ વેબસાઈટ gsssb.gujarat.gov.in પર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વેબસાઈટની નિયમિત મુલાકાત લેતા રહે.




















