Commonwealth Games 2022: મહિલા ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાએ બાર્બાડોસને 100 રનથી આપી હાર, સેમિફાઇનલમાં મેળવ્યુ સ્થાન
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ટીમે બુધવારે રમાયેલી મેચમાં બાર્બાડોસને 100 રનથી હરાવ્યું હતું
Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ટીમે બુધવારે રમાયેલી મેચમાં બાર્બાડોસને 100 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા માટે Jemimah Rodriguesએ અણનમ અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં રેણુકા સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 10 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મેઘના સિંહ, સ્નેહ રાણા અને રાધા યાદવે પણ એક-એક વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે.
CWG 2022: Renuka Singh's four-wicket haul guides India to win over Barbados by 100 runs to enter semis
— ANI Digital (@ani_digital) August 4, 2022
Read @ANI Story | https://t.co/Yb2NUQuatH#CWG2022 #CWG22 #Cricket #TeamIndia #Renukasingh #Indiaenterssemis #semifinals pic.twitter.com/vwNlpGboYm
ભારતના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાર્બાડોસની ટીમ માટે નાઈટે 16 રન ફટકાર્યા હતા. તે સિવાય કેપ્ટન મેથ્યુસ માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 7 બોલનો સામનો કરી 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રિશના હોલ્ડર 6 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ રીતે બાર્બાડોસની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 62 રન જ બનાવી શકી હતી અને 100 રનથી મેચ હારી ગઈ હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. આ દરમિયાન Jemimah Rodriguesએ શાનદાર પ્રદર્શન કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 46 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. ઓપનર શેફાલી વર્માએ 26 બોલમાં 43 રન બનાવ્યા હતા. દરમિયાન તેણે સાત ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. સ્મૃતિ મંધાના 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હરમનપ્રીત કૌર ખાતું પણ ખોલાવી શકી નહોતી. દીપ્તિ શર્માએ 28 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. તાનિયા ભાટિયા 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.