31મી જુલાઇએ ફરી એકવાર સામને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો મેચની અત્યાર સુધી કેટલા લાખ ટિકીટો વેચાઇ ગઇ........
મહિલા ક્રિકેટ ટીમો આ ઇવેન્ટમાં ભાગ લઇ રહી છે. 31 જુલાઇએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવૉલ્ટેજ મેચ જોવા મળશે. સ્થાનિક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી આ મેચની લગભગ 12 લાખથી વધુ ટિકીટો વેચાઇ ગઇ છે.
Commonwealth Games 2022: ક્રિકેટ મેચના શોખીને માટે એક ખુશખબર છે, આગામી ભારત -પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઇને અપડેટ સામે આવ્યુ છે. ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ટકરાશે. આગામી 28 જુલાઇથી ઇંગ્લેન્ડના બર્મિઘમમાં શરૂ થઇ રહેલી કૉમનવેલ્થ ગેમ્સ 2022ની શરૂઆત થઇ રહી છે.
ખાસ વાત છે કે મહિલા ક્રિકેટ ટીમો આ ઇવેન્ટમાં ભાગ લઇ રહી છે. 31 જુલાઇએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવૉલ્ટેજ મેચ જોવા મળશે. સ્થાનિક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી આ મેચની લગભગ 12 લાખથી વધુ ટિકીટો વેચાઇ ગઇ છે. 7 ઓગસ્ટે કૉમનવેલ્થ ગેમ્સમાં રમાનારી ટી20 ક્રિકેટ ઇવેન્ટની ફાઇનલ અને બ્રૉન્ઝ મેડલ માટે મેચ રમાશે.
12 લાખથી વધુ ટિકીટો વેચાઇ ગઇ -
બર્મિંઘમમાં 28 જુલાઈથી શરૂ થઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સની 12 લાખ ટિકિટો વેચાઈ ચૂકી છે અને આયોજકોનું કહેવું છે કે સ્થાનિક લોકો ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચેની મેચમાં ખૂબ જ ઉત્સુક છે. બર્મિઘમ ગેમ્સના સીઈઓ ઈયાન રીડે જણાવ્યું હતું કે સેમીફાઈનલ અને ફાઈનલની ટિકિટો વેચાઈ ગઈ છે અને ભારત-પાકિસ્તાન મેચ માટે પણ સ્ટેડિયમ ફૂલ ભરાઈ જશે તેવી આશા છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, તેથી અહીંના લોકોને તે મેચમાં ખૂબ જ રસ છે. ભારતીય પુરુષ ટીમ હાલમાં જ અહીં રમવા આવી ગઈ છે અને હવે આ મેચ આકર્ષણનું કેન્દ્ર બનશે. લંડન ઓલિમ્પિક 2012 પછી ઈંગ્લેન્ડમાં સૌથી મોટી રમતોત્સવમાં 72 કોમનવેલ્થ દેશોના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો......
Shrawan 2022: આ રાશિની યુવતીઓ માટે શ્રાવણ મહિનો છે વિશેષ, કરી લો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર
Horoscope Today 20 July 2022: મિથુન, સિંહ, મકર રાશિએ નુકસાનનો કરવો પડશે સામનો, જાણો આજનું રાશિફળ
Vastu Tips: નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ બેઝિક વાસ્તુના નિયમો જાણી લેવા હિતાવહ
Home Budget after Revised GST: GSTનો દર વધવાથી ઘરનું બજેટ બગડ્યું, દર મહિને આટલો ખર્ચ વધી જશે, જાણો વિગતે