શોધખોળ કરો
Advertisement
આફ્રિદીએ 20 હજાર ડૉલરમાં ખરીદ્યુ આ સ્ટાર બેટ્સમેનનું બેટ, કોરોનામાં મદદ માટે વપરાશે રૂપિયા
બાંગ્લાદેશમાં કોરોના સામેની લડાઇમાં મદદ કરવા માટે મુશ્ફિકૂર રહીમે જે બેટ હરાજી માટે આપ્યુ હતુ, તે બેટને હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ખરીદી લીધુ છે. આ રકમનો ઉપયોગ હવે કોરોનામાં મદદ માટે કરવામાં આવશે
નવી દિલ્હીઃ કોરોના વાયરસની સામે જંગ લડવા માટે દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપી રહ્યો છે. ક્રિકેટરો પણ આવા સમયે આગળ આવ્યા છે. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મુશ્ફિકૂર રહીમ ગયા મહિને પોતાનુ બેટ હરાજી માટે આપ્યુ હતુ, જેથી કોરોના સામેની લડાઇમાં મદદ કરી શકે છે.
બાંગ્લાદેશમાં કોરોના સામેની લડાઇમાં મદદ કરવા માટે મુશ્ફિકૂર રહીમે જે બેટ હરાજી માટે આપ્યુ હતુ, તે બેટને હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ખરીદી લીધુ છે. આ રકમનો ઉપયોગ હવે કોરોનામાં મદદ માટે કરવામાં આવશે.
આફ્રિદીએ પોતાના ફાઉન્ડેશન તરફથી આ બેટને 20 હજાર ડૉલરમાં ખરીદી લીધુ છે. ઇએસપીએન ક્રિકઇન્ફોએ મુશ્ફિકૂર રહીમના હવાલાથી લખ્યું- શાહિદ આફ્રિદીએ પોતાના ફાઉન્ડેશન તરફથી મારુ બેટ ખરીદ્યું છે, હું સન્માનિત અનુભવી રહ્યો છે કે તેમના જેવો માણસ અમારા આ અભિયાનમાં સામેલ થયો છે.
ગયા મહિને જ બાંગ્લાદેશી ક્રિકેટરે જાહેર કર્યુ હતું કે હું હરાજીમા મારુ બેટ આપીશ, આ બેટ ખાસ છે કે કેમકે તને 2013માં શ્રીલંકા વિરુદ્ધ ડબલ સદી ફટકારી હતી.
આફ્રિદીએ મુશ્ફિકૂર રહીમની પ્રસંશા કરતાં કહ્યું- તમે બહુજ મહાન કામ કરો છો, માત્ર અસલી હીરો જ આવુ કામ કરે છે, આપણે બધા એક મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ, અને બધાને એકબીજાની મદદ કરવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement