શોધખોળ કરો

Cricket: વિરાટ કોહલીને T20 World Cup 2024માં નહીં મળે જગ્યા, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેને અને મીડલ ઓર્ડરનો આધારસ્તંભ વિરાટ કોહલીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે

Virat Kohli, T20 World Cup 2024: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેને અને મીડલ ઓર્ડરનો આધારસ્તંભ વિરાટ કોહલીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, લેટેસ્ટ અપડેટમાં કહેવામાં આવી રહ્યું છે કે આગામી જૂનમાં રમાનારા ટી20 વર્લ્ડકપ 2024માંથી તેનું પત્તુ કપાઇ શકે છે. 2022માં રમાયેલા T20 વર્લ્ડકપમાં વિરાટ ભારત માટે મહત્વનો ખેલાડી હતો. ટી-20 વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું માનવું છે કે વેસ્ટ ઈન્ડિઝની ધીમી પિચ વિરાટ કોહલીને અનુકૂળ નહીં આવે.

આ ઉપરાંત, અહેવાલોમાં એવું પણ બહાર આવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર, અજીત અગરકરને વિરાટ કોહલીને યુવાનો માટે રસ્તો બનાવવા માટે સમજાવવાનો પ્રયાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું હતું કે ચીફ સિલેક્ટરે કોહલી સાથે ટી-20ની જરૂરિયાતો પૂરી કરવા માટે પોતાનું વલણ બદલવાની વાત કરી હતી, ત્યારબાદ તેણે અફઘાનિસ્તાન સામેની સીરીઝમાં આક્રમક ક્રિકેટ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.

આ સાથે જ ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં રાજકોટ ટેસ્ટ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહે પણ કોહલી વિશે કંઈ કહ્યું ન હતું. જય શાહે પુષ્ટિ કરી હતી કે ટીમ ઈન્ડિયા 2024નો T20 વર્લ્ડકપ રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે, પરંતુ તેણે કહ્યું હતું કે તે યોગ્ય સમયે તેની ભૂમિકા અંગે ચર્ચા કરશે.

હવે કોહલી પાસે IPL દ્વારા T20 વર્લ્ડકપમાં સ્થાન મેળવવાનો એકમાત્ર રસ્તો છે. જો કોહલી IPL 2024માં સારું પ્રદર્શન કરશે તો તેને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરી શકાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, તિલક વર્મા અને શિવમ દુબે જેવા ખેલાડીઓ ટીમને આગળ લઈ જવા માટે વધુ યોગ્ય છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કોહલીને T20 વર્લ્ડકપમાં સ્થાન મળે છે કે નહીં.

હાલમાં જ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી લીધો હતો બ્રેક

વિરાટ હાલમાં ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ શ્રેણીનો ભાગ નથી. તેણે અંગત કારણોસર આ શ્રેણીમાંથી રજા લીધી હતી. આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજીવાર માતા-પિતા બન્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget