IND vs ENG 2nd Test: ભારતની લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર જીત, મેચમાં બન્યા આ મોટા રેકોર્ડ્સ
વિરાટ કોહલી લોર્ડ્સમાં ટેસ્ટ મેચ જીતનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે.
![IND vs ENG 2nd Test: ભારતની લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર જીત, મેચમાં બન્યા આ મોટા રેકોર્ડ્સ cricket ind vs eng 2nd test india won lord s test by 151 runs these big records were made in the match IND vs ENG 2nd Test: ભારતની લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર જીત, મેચમાં બન્યા આ મોટા રેકોર્ડ્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/82f6eb5f0a57c33a5e32d596c8549527_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે યજમાન ઇંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની બીજી ઈનિંગ 298 રનમાં ડિકલેર કરી અને ઈંગ્લેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં ઇંગ્લેન્ડની આખી ટીમ માત્ર 120 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી.
ભારત માટે તેના ઝડપી બોલરોએ મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. સિરાજે સૌથી વધુ આઠ વિકેટ લીધી હતી. આ સિવાય ઈશાંત શર્માએ પાંચ, જસપ્રિત બુમરાહે ત્રણ અને મોહમ્મદ શમીએ પણ ત્રણ વિકેટ લીધી હતી. લોર્ડ્સમાં ભારતીય ઝડપી બોલરોનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે.
ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ કેપ્ટન તરીકે 63 મેચમાં 37 મી જીત હાંસલ કરી છે. તે કેપ્ટન તરીકે ચોથો સૌથી વધુ ટેસ્ટ વિજેતા ખેલાડી બની ગયો છે. તેણે 36 ટેસ્ટ જીતીને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન ક્લાઈવ લોઈડને પાછળ છોડી દીધા છે.
બુમરાહ (34 *) અને શમી (56 *) એ પાંચમા દિવસે 120 બોલમાં 89 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. ઇંગ્લેન્ડમાં ભારત માટે આ નવમી વિકેટની સર્વોચ્ચ ભાગીદારી છે. અગાઉ 1982 માં લોર્ડ્સ પર કપિલ દેવ અને મદન લાલ વચ્ચે નવમી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઇ હતી.
વિરાટ કોહલી લોર્ડ્સમાં ટેસ્ટ મેચ જીતનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. આ પહેલા ભારતે છેલ્લે 2014 માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં અહીં ટેસ્ટ જીતી હતી. ઇશાંત શર્માએ તે મેચમાં સાત વિકેટ લીધી હતી અને ભારતે 95 રનથી જીત મેળવી હતી.
બોલરોએ જીતાડી મેચ
આ મેચના હીરો ભારતના બોલર રહ્યા. ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલરોએ ફક્ત બે સેશનમાં આખી ઇગ્લેંન્ડની ટીમને આઉટ કરી દીધી. ભારત તરફથી મોહમંદ સિરાઝે ફરી એકવાર ફરીથી 4 વિકેટ લીધી હતી. તો બીજી તરફ જસપ્રીત બુમરાહે 3 વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત ઇશાંત શર્માએ 2 અને મોહમંદ શમીએ 1 વિકેટ લીધી હતી.
બુમરાહ-શમીએ ઇગ્લેંન્ડ પાસેથી છીનવી મેચ
પાંચમા દિવસના પ્રથ્મ સેશનમાં જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને મોહમંદ શમીની શાનદાર બેટીંગએ ઇંગ્લેન્ડના હાથમાંથી લગભગ આ મેચને ખેંચી લીધી છે. જોકે આ બંને ખેલાડીઓ વચ્ચે 9મી વિકેટ માટે લંચ સુધી 77 રનોની ભાગીદારી થઇ ચૂકી છે. શમી 52 અને બુમરાહ 30 રન બનાવીને અણનમ રહ્યા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)