આવતા મહિને રાયુડુની ફરીથી થશે મેદાનમાં એન્ટ્રી, CSK તરફથી વિદેશમાં મચાવશે ધમાલ
અંબાતી રાયડુ આઈપીએલની 16મી સીઝનમાં ટાઈટલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ હતો
Cricket News: તાજેતરમાં જ પુરી થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં ધોનીની ટીમે ચેન્નાઇ સુપર કિંગ્સ વિજેતા બની હતી, આ ટીમ પાંચમી વાર ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો, આ ટીમનો ભાગ રહી ચૂકેલા મેચ વિનર ખેલાડી અંબાતી રાયુડુને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાતી રાયુડુએ IPLની છેલ્લી મેચ ફાઇનલ રમ્યા બાદ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જોકે, હવે રાયુડુ ફરી એકવાર મેદાનમાં દેખાશે. અંબાતી રાયડુ હવે અમેરિકાની T20 મેજર લીગ ક્રિકેટ (MLC)માં ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી ટીમ ટેક્સાસ સુપર કિંગ્સ સાથે રમતા જોવા મળશે. MLCનો પ્રથમ તબક્કો 13મી જુલાઈથી શરૂ થઈ રહ્યો છે.
અંબાતી રાયડુ આઈપીએલની 16મી સીઝનમાં ટાઈટલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ હતો. અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, IPLની 16મી સિઝનમાં અંબાતી રાયડુએ 16 મેચમાં 139.82ના સ્ટ્રાઈક રેટથી 158 રન બનાવ્યા હતા. જોકે હવે અંબાતી રાયડુની આઇપીએલ કેરિયર પુરી થઇ ગઇ છે, અને વિદેશી લીગમાં પોતાનો દમદબો બતાવશે.
IPLમાં CSKમાંથી રમનારા કેટલાય ખેલાડીઓ પણ ટીમમાં સામેલ -
અંબાતી રાયુડુ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમી ચૂકેલા ડેવૉન કૉનવે, મિશેલ સેન્ટનર પણ જોવા મળશે. આ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સના કૉચ સ્ટીફન ફ્લેમિંગ પણ અહીં ટેક્સાસ સુપર કિંગ્સના કૉચ છે.
વળી, CSK બૉલિંગ કૉચ ડેવૉન બ્રાવો પણ ટેક્સાસ સુપર કિંગ્સ સાથે એક ખેલાડી તરીકે રમતો જોવો મળશે. આ ઉપરાંત IPLની 16મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમનાર ડેવિડ મિલર પણ ટીમ ટેક્સાસ સુપર કિંગ્સનો ભાગ છે.
અંબાતી રાયડુની આંતરરાષ્ટ્રીય કરિયર આવી રહી છે
બીજી તરફ અંબાતી રાયડુના પ્રદર્શન પર નજર કરીએ તો આ ખેલાડીએ આઈપીએલ મેચો સિવાય ઈન્ટરનેશનલ મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીમાં 55 વનડેમાં 47.06ની એવરેજથી 1694 રન બનાવ્યા. રાયડુના નામે વનડેમાં 3 સદી અને 10 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. રાયડુને 7 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમવાની તક પણ મળી, જોકે તે 12.2ની સરેરાશથી માત્ર 61 રન જ જોડી શક્યો છે.
#INDvsAUS #WTCFinal #ViratKohli
— 👑👌🌟 (@superking1816) June 13, 2023
MS Dhoni didn’t lift the trophy himself. He handed the trophy to the younger member in the team like how he handed the IPL trophy to ambati rayudu and Jadejapic.twitter.com/qe2lB7DafE
Ambati Rayudu said, "the BCCI officials in 2018 told me to be prepared for the 2019 World Cup". (On TV9 Telugu). pic.twitter.com/gVx7cDpCMp
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 14, 2023
Ambati Rayudu said, "if in the 2019 WC they would've picked someone like Rahane who is experienced and senior it would've been understandable. Replacment should be helpful to the team as well. That is where I got angry. It was not about Vijay Shankar". (On TV9). pic.twitter.com/sa1pgdNHib
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 14, 2023