![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ICCએ જાહેર કર્યો 2023 થી 2027 સુધીનો તમામ ટીમોનો ક્રિકેટ કાર્યક્રમ, જાણો ભારત કોણી સાથે કેટલી મેચો રમશે ?
આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) એ બુધવારે 2023-2027 માટે પુરુષો માટે ફ્યૂચર ટૂર પ્રૉગ્રામ (FTP)ની જાહેરાત કરી દીધી છે.
![ICCએ જાહેર કર્યો 2023 થી 2027 સુધીનો તમામ ટીમોનો ક્રિકેટ કાર્યક્રમ, જાણો ભારત કોણી સાથે કેટલી મેચો રમશે ? Cricket News: mens cricket team Future Tour Program for 2023 to 2027 announced by icc ICCએ જાહેર કર્યો 2023 થી 2027 સુધીનો તમામ ટીમોનો ક્રિકેટ કાર્યક્રમ, જાણો ભારત કોણી સાથે કેટલી મેચો રમશે ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/08/b1cadba678e586ed69099b728030deed_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICC releases its Men's Cricket FTP for 2023-2027: આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) એ બુધવારે 2023-2027 માટે પુરુષો માટે ફ્યૂચર ટૂર પ્રૉગ્રામ (FTP)ની જાહેરાત કરી દીધી છે. આની એફટીપીમાં તમામ ક્રિકેટ ટીમોનુ તમામ ફોર્મેટમાં કાર્યક્રમ અવેલેબલ છે. કુલ મળીને આ બધાની વચ્ચે 777 આંતરરાષ્ટ્રીય મેચો નક્કી કરવામાં આવી છે, આમાં 173 ટેસ્ટ, 281 વનડે મેચ અને 323 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો સામેલ છે. આ છેલ્લીવાર એફટીપીમાંથી 83 મેચો વધુ છે.
ભારતીય ટીમ કાર્યક્રમની શું છે સ્થિતિ...........
ભારતીય ટીના કાર્યક્રમની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા 2023 આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ પહેલા 27 વનડે મેચો રમશે. આ કાર્યક્રમ ચક્રમાં ટીમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ-પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ પણ રમશે. ભારત આ એફટીપી કાર્યક્રમ દરમિયાન 18 ઓગસ્ટ, 2022 થી લઇને ફેબ્રુઆરી 2027 ની વચ્ચે 44 ટેસ્ટ, 63 વનડે અને 76 ટી20 મેચો રમવાની છે.
આ દરમિયાન સર્વાધિક ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડની ટીમ રમશે. ઇંગ્લેન્ડ આ બધાની વચ્ચે 22 ટેસ્ટ મેચ રમશે. ઓસ્ટ્રેલિયન ટીમ 21 ટેસ્ટ મેચો અને ભારતીય ટીમ 20 ટેસ્ટ મેચો રમશે.
Men’s Future Tour Program for 2023-27 announced 📢
— ICC (@ICC) August 17, 2022
Details 👇https://t.co/33MN4USU6L
દ્વીપક્ષીય ક્રિકેટ સીરીઝ ઉપરાંત આ ચાર વર્ષીય એફટીપીની વચ્ચે આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ અને ચેમ્પીયન્સ ટ્રૉફીની એક એક એડિશન પણ રમાશે. જ્યારે ટી20 વર્લ્ડકપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ફાઇનલની બે -બે એડિશન રમાશે.
આ પણ વાંચો.......
Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો
Gujarat Rain : તાપીના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ, ડીસામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો
Amul-Mother Dairy Milk Costly: અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી 2 રૂપિયા મોંઘું, જાણો નવા ભાવ
AAP Party Campaign: હવે અરવિંદ કેજરીવાલની નજર PMની ખુરશી પર, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ કેમ્પેઈન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)