(Source: ECI/ABP News/ABP Majha)
Asia Cup Points Table 2022: ભારત-અફઘાનિસ્તાને સુપર-4માં બનાવી જગ્યા, જાણો અન્ય ટીમોની શું છે સ્થિતિ...
ગૃપની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ પોતાની બન્ને મેચ જીતીને 4 પૉઇન્ટ હાંસલ કરી લીધા છે, તો વળી પાકિસ્તાન સારી રનરેટના કારણે હોંગકોંગથી આગળ અને બીજા નંબર પર છે,
Asia Cup 2022: સંયુક્ત આરબ અમિરાતમાં રમાઇ રહેલી એશિયા કપ 2022 ટૂર્નામેન્ટમાં પૉઇન્ટ ટેબલની વાત કરીએ તો અત્યારે બે ટીમો જ સૌથી ટૉપ પર બનેલી છે, અફઘાનિસ્તાન અને ભારતીય ટીમે જ અત્યારે સુપર 4માં જગ્યા પાક્કી કરી લીધી છે, બન્ને ટીમોએ પોતાની પ્રથમ બે મેચો જીતીને આ સ્થાન હાંસલ કરી લીધુ છે. જોકે, બીજી બે ટીમો વચ્ચે હજુ પણ સ્થિતિ સ્પષ્ટ નથી થઇ શકી. ખાસ વાત છે કે આજે ગુરુવારે રમાનારી બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ બાદ ત્રીજી ટીમનુ પણ નામ સામે આવી જશે. વળી, 2જી સપ્ટેમ્બરે એ ખબર પડી જશે કે સુપર 4માં ચોથી ટીમ કઇ હશે.
બન્ને ગૃપની હાલની સ્થિતિ -
ગૃપની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ પોતાની બન્ને મેચ જીતીને 4 પૉઇન્ટ હાંસલ કરી લીધા છે, તો વળી પાકિસ્તાન સારી રનરેટના કારણે હોંગકોંગથી આગળ અને બીજા નંબર પર છે, આ બન્ને ટીમો વચ્ચે 2જી સપ્ટેમ્બરે ટક્કર થશે અને ગૃપની બીજી ટીમ નક્કી થઇ જશે.
રવિવાર થઇ શકે છે ભારત-પાકિસ્તાની ટક્કર -
વળી, ગૃપ બી ની વાત કરીએ તો અત્યાર સુધી અફઘાનિસ્તાનની ટીમ જ પોતાની બન્ને મેચો જીતી ચૂકી છે. અફઘાનિસ્તાન 4 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પ્રથમ નંબર પર છે, જ્યારે આજે શ્રીલંકા અને બાંગ્લાદેસ વચ્ચેની મેચ બીજી ટીમની સ્થિતિ નક્કી કરશે, જે જીતશે તે ગૃપ બીમાં બીજા નંબરની ટીમ બની જશે.
આ બધાની વચ્ચે એશિયા કપમાં વધુ એક શાનદાર મુકાબલો જોવા મળી શકવાની પુરેપુરી સંભાવના છે. જો 2જી સપ્ટેમબરે પાકિસ્તાનની ટીમ હોંગકોંગને હરાવવામાં સફળ થાય છે, તો તે સુપર 4માં જગ્યા બનાવી લેશે. આવી સ્થિતિમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક રોમાંચક મેચ રમાશે. એટલુ જ નહીં સુપર 4 બાદ ફાઇનલમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.
આ પણ વાંચો......
મોંઘવારીમાંથી મોટી રાહત! LPG સિલિન્ડર 100 રૂપિયા સુધી સસ્તું થયું, જાણો નવા રેટ
Modi Gujarat Visit : નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?