Ind vs HKG: મેચ હાર્ય બાદ હોંગકોંગના આ ખેલાડીએ દીપક ચાહરની સ્ટાઇલમાં ગર્લફ્રેન્ડનું સ્ટેડિયમમાં કર્યુ પ્રપૉઝ, વીડિયો વાયરલ
કિંચિત શાહ ટીમની જર્સીમાં જ મેચ બાદ તરત જ દર્શકોની વચ્ચે પહોંચી ગયો હતો, ત્યારે એક છોકરીની પાસે જઇને કિંચિત શાહે પોતાના ઘૂંટણ પર બેસીને હાથોમાં રિંગ લઇને તેને પ્રપૉઝ કરી દીધુ હતુ.
Kinchit Shah proposing Girlfriend: એશિયા કપ 2022માં ભારતીય ટીમે પોતાની બીજી જીત હાંસલ કરી લીધી છે, આ સાથે જ સુપર 4માં પહોંચી ગઇ છે. ગઇકાલે રમાયેલી હોંગકોંગ સામેની મેચમાં ભારતીય ટીમે 40 રનથી જીત મળતાની સાથે જ વધુ એક પડાવ પાર કરી લીધો છે. આ મેચમાં હોંગકોંગની હાર થઇ પરંતુ તમામનુ ધ્યાન એક ઘટનાએ ખેંચ્યુ, અહીં હોંગકોંગના ખેલાડીઓ ભારતીય ક્રિકેટર દીપક ચાહરની સ્ટાઇલમાં પોતાની ગર્લફ્રેન્ડને સ્ટેડિયમમાં જ પ્રપૉઝ કરી દીધુ, આનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ ખેલાડી બીજુ કોઇ નહીં પરંતુ ભારતીય મૂળનો હોંગકોંગ ક્રિકેટર કિંચિત શાહ છે, કિંચિત શાહે મેચ હાર બાદ પણ સ્ટેડિયમના દર્શકોને ખુશ કરી દીધા, અહીં રહેલા તમામ લોકો આ ઘટના જોઇને ખુશ થઇ ગયા હતા, અને શુભેચ્છાઓ આપવા માંડ્યા હતા.
કિંચિત શાહ કર્યુ પ્રપૉઝ -
કિંચિત શાહ ટીમની જર્સીમાં જ મેચ બાદ તરત જ દર્શકોની વચ્ચે પહોંચી ગયો હતો, ત્યારે એક છોકરીની પાસે જઇને કિંચિત શાહે પોતાના ઘૂંટણ પર બેસીને હાથોમાં રિંગ લઇને તેને પ્રપૉઝ કરી દીધુ હતુ. ફૂલ વ્હાઇટ ડ્રેસમાં ઉભી રહેલી છોકરી ખુબ ખુશ થઇ ગઇ, તેને તરતજ હાં કહી દીધી, આ પછી કિંચિત શાહ તેને રિંગ પહેરાવી દીધી હતી અને પોતાની બનાવી લીધી હતી.
She said YES! 😍💍
— AsianCricketCouncil (@ACCMedia1) August 31, 2022
A heartwarming moment where Hong Kong's @shah_kinchit95 proposed to his SO after playing a big match against India 🥰
A huge congratulations to the happy couple. We wish you all the joy and happiness in your new life together ❤️#AsiaCup2022 #GetReadyForEpic pic.twitter.com/CFypYMaPxj
આ રીતે કિંચિત શાહે ગર્લફ્રેન્ડની સાથે ત્યાં રહેલા લોકોનુ પણ દિલ જીતી લીધુ હતુ. આ સીનને બિગ સ્ક્રીન પર કૉમેન્ટેટર ગૌતમ ગંભીર, સંજય બાંગર અને શૉના હૉસ્ટ જતિન સપ્રૂએ પણ જોઇ રહ્યાં હતા, આ સીનને જોઇને આખા હોંગકોંગની ટીમ ઉત્સાહથી ઝૂમી ઉઠી હતી અને તાળીઓ પાડવા લાગી હતી.
ઉલ્લેખનીય છે કે કિંચિત શાહ મૂળ ભારતીય છે, તેને જન્મ ભારતમાં મુંબઇમાં થયો હતો, તેના પિતા પણ ક્રિકેટૉ રમતા હતા, જ્યારે કિંચિત શાહ ત્રણ મહિનાનો હતો, ત્યારે તેના પિતા ફેમિલી સાથે હોંગકોંગ જતા રહ્યાં હતા, પોતાના પિતાના ક્રિકેટ રમતા જોઇને તેને 10 વર્ષની ઉંમરમાં જ લેધ બૉલ ક્રિકેટમાં ભાગ લેવાનુ શરૂ કરી દીધુ હતુ. આજે તે હોંગકોંગને સ્ટાર ક્રિકેટર છે.