(Source: ECI/ABP News/ABP Majha)
147 વર્ષમાં પહેલીવાર, જૉ રૂટે બનાવી દીધો મોટો રેકોર્ડ, 50 સદીઓ પણ પુરી, ખતરામાં સચિનનો વર્લ્ડ રેકોર્ડ
Joe Root Records: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જૉ રૂટ છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. તેની શાનદાર બેટિંગ અને બેજોડ સ્વભાવના કારણે જૉ રૂટને હાલમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન કહેવામાં આવે છે
Joe Root Records: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જૉ રૂટ છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. તેની શાનદાર બેટિંગ અને બેજોડ સ્વભાવના કારણે જૉ રૂટને હાલમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન કહેવામાં આવે છે. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં જૉ રૂટે લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર બંને ઇનિંગ્સમાં સદી ફટકારીને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે 'ક્રિકેટના ભગવાન' સચિન તેંદુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડશે.
147 વર્ષમાં પહેલીવાર, બની ગયો ઇંગ્લેન્ડનો સુપરસ્ટાર
ટેસ્ટ ક્રિકેટની શરૂઆત 1877માં થઈ હતી, ત્યારથી લઈને આજ સુધી એટલે કે 147 વર્ષમાં જૉ રૂટ ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારનારો બેટ્સમેન બની ગયા છે. શ્રીલંકા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં રૂટે પ્રથમ દાવમાં તેની 33મી ટેસ્ટ સદી અને બીજી ઈનિંગમાં 34મી ટેસ્ટ સદી ફટકારી હતી. જૉ રૂટે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 સદી પૂરી કરી લીધી છે.
જૉ રૂટે તોડ્યો કુકનો રેકોર્ડ
આ પહેલા ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ એલિસ્ટર કૂકના નામે હતો. કુકે ટેસ્ટ ક્રિકેટમાં 33 સદી ફટકારી હતી. હવે 34 સદી સાથે જો રૂટ ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. આ સાથે રૂટે સુનીલ ગાવસ્કર, યૂનિસ ખાન, બ્રાયન લારા અને મહેલા જયવર્દનેની ટેસ્ટ સદીઓની બરાબરી કરી લીધી છે. આ તમામના નામે ટેસ્ટમાં 34 સદી છે.
2021 થી જૉ રૂટે કર્યા સદીઓનો ઢગલો
2020 સુધી, જૉ રૂટના નામે ટેસ્ટ ક્રિકેટમાં માત્ર 17 સદી હતી. પછી કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે રૂટ આગામી ચાર વર્ષમાં મોટા બેટ્સમેનોને પાછળ છોડી દેશે. રૂટે 2021માં છ સદી ફટકારી હતી. આ પછી બીજા વર્ષે એટલે કે 2022માં રૂટે પાંચ સદી ફટકારી હતી. જો કે, જો રૂટ માટે 2023 એટલું સારું ન હતું. જો કે, ઈંગ્લેન્ડે 2023માં ઘણી ટેસ્ટ મેચ રમી નથી. રૂટે 2023માં બે સદી ફટકારી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે પોતાના બેટથી 4 સદી ફટકારી છે.
ખતરામાં સચિન તેંદુલકરનો વર્લ્ડ રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિનના નામે 200 ટેસ્ટ મેચોમાં 15,921 રન છે. જ્યારે જૉ રૂટે માત્ર 145 ટેસ્ટ મેચમાં 12377 રન બનાવ્યા છે. રૂટ હવે સચિનથી માત્ર 3,544 રન પાછળ છે. તેના ફોર્મને જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે તે જલ્દી જ સચિનનો આ વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે.
આ પણ વાંચો