શોધખોળ કરો
Advertisement
કોરોના બાદ ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર રમાશે ક્રિકેટ મેચ, આ સીરીઝથી થશે મેદાનમાં વાપસી
ક્રિકેટ ડૉટ કૉમ ડૉટ એયુના રિપોર્ટ અનુસાર, આ સ્થાનિક ટૂર્નામેન્ટ શનિવાર 6 જૂનથી સોમવાર 8 જૂનની વચ્ચે રમાશે. આ ડાર્વિન પ્રીમિયર ગ્રેડથી જોડાયેલા 7 ક્લબ મેદામાં ઉતરશે અને તમામ ટીમો એકબીજાની વિરુદ્ધ એક-એક મેચ રમશે. આમાં આઠમી ટીમ એક ઇન્વિટેશનલ ઇલેવન હશે
નવી દિલ્હીઃ કોરોના વાયસના કારણે લગભગ ત્રણ મહિનાથી ક્રિકેટ બંધ છે, હવે ધીમે ધીમે મેદાન પર ક્રિેકટ આવવા જઇ રહી છે. ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ હવે વાપસી કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં ઘરેલુ ટી20 ટૂર્નામેન્ટ ‘સીડીયૂ ટૉપ એન્ડ ટી20’ રમાશે.
ક્રિકેટ ડૉટ કૉમ ડૉટ એયુના રિપોર્ટ અનુસાર, આ સ્થાનિક ટૂર્નામેન્ટ શનિવાર 6 જૂનથી સોમવાર 8 જૂનની વચ્ચે રમાશે. આ ડાર્વિન પ્રીમિયર ગ્રેડથી જોડાયેલા 7 ક્લબ મેદામાં ઉતરશે અને તમામ ટીમો એકબીજાની વિરુદ્ધ એક-એક મેચ રમશે. આમાં આઠમી ટીમ એક ઇન્વિટેશનલ ઇલેવન હશે.
આ મેચ મરારા ક્રિકેટ ગ્રાઉન્ડ, ગાર્ડન્સ ઓવલ અને કજેજીલ ઓવલમાં રમાશે, સેમિફાઇનલ અને ફાઇનલ મેચ 8 જૂને રમાશે. તમામ મેચો સ્થાનિક સમયાનુસાર સવારે 10 વાગે અને બપોરે 2.30 કલાક શરૂ થશે.
ચાર્લ્સ ડાર્વિન યુનિવર્સિટી અનેનટી ક્રિેકેટ મેચોના પ્રસારણ માટે કરાર કર્યા છે. આ અંતર્ગત સેમિફાઇનલ અને ફાઇનલ સહિત કેટલીક મેચોનુ પ્રસારણ MyCricket ના ફેસબુક પેજ પર કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement