(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL: આજે બે-વાર આમને સામને ટકરાશે ભારત-શ્રીલંકા, પહેલી ફાઇનલ અને પછી રમાશે સીરીઝની મેચ, જાણો ટાઇમિંગ
India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે આજે એટલે કે રવિવાર, 28 જુલાઈના રોજ એક નહીં પરંતુ બે મેચ જોવા મળશે. બંને વચ્ચે એક ફાઈનલ મેચ રમાશે જ્યારે બીજી મેચ દ્વિપક્ષીય સીરીઝની હશે
India vs Sri Lanka Today Two Matches: ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે આજે એટલે કે રવિવાર, 28 જુલાઈના રોજ એક નહીં પરંતુ બે મેચ જોવા મળશે. બંને વચ્ચે એક ફાઈનલ મેચ રમાશે જ્યારે બીજી મેચ દ્વિપક્ષીય સીરીઝની હશે. આ દિવસોમાં ભારત અને શ્રીલંકાની પુરૂષ ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. સીરીઝની પ્રથમ મેચ ગયા શનિવારે (27 જુલાઈ) રમાઈ હતી અને બીજી મેચ બીજા દિવસે એટલે કે આજે રમાશે. આ સિવાય આજે એશિયા કપ (મહિલા એશિયા કપ 2024)ની ફાઇનલમાં ભારત અને શ્રીલંકાની મહિલા ટીમો સામસામે ટકરાશે. તો ચાલો જાણીએ કે તમે બંને મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો.
પહેલા રમાશે એશિયા કપની ફાઇનલ
મહિલા એશિયા કપ 2024ની ફાઇનલમાં ભારત અને શ્રીલંકાની ટીમો આમને-સામને ટકરાશે. બંને વચ્ચે ટાઈટલ મેચ દાંબુલાના રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, જે બપોરે 3 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે. તમને જણાવી દઈએ કે ટાઈટલ મેચમાં જગ્યા બનાવવા માટે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને અને શ્રીલંકાએ સેમીફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
ક્યાંથી જોઇ શકશો લાઇવ ?
વિમેન્સ એશિયા કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ફાઈનલનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર થશે.
પછી રમાશે ટી20 સીરીઝની બીજી મેચ
ભારત અને શ્રીલંકાની પુરુષ ટીમો વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ સાંજે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ) રમાશે. T20 સીરીઝની બીજી મેચ પલ્લેકલેના પલ્લેકલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
ક્યાંથી જોઇ શકશો લાઇવ ?
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી બીજી T20 સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સિવાય મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લાઈવ એપ પર થશે. જો તમે Jio યૂઝર છો તો તમે Jio TV પર ફ્રીમાં મેચ જોઈ શકશો.