Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇ
નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇ. છેલ્લે આવેલું વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે ચીકુના પાક ખરી પડ્યા હતા. ગણદેવી તાલુકામાં ચીકુના ઉત્પાદન પ્રભાવિત થયુ હતુ. જુલાઈ મહિનામાં આવેલા ભારે વરસાદના અને નવસારીની લોકમાતા અંબિકા આવેલા પુરને કારણે મોટા ભાગના ચીકુના ફૂલો ખરી પડ્યા હતા. તો ચીકુના વૃક્ષોને નુકશાન તેમજ ફૂગ અને જીવાત લાગી જતા ચીકુનુ ઉત્પાદન ધારવા કરતા 4 ગણું ઓછું થયું. જેથી આ વર્ષે ખેડૂતોએ મોટુ આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. આ વખતે લાભ પાંચમથી ચીકુની ખરીદી તો શરૂ કરવામાં આવી પરંતુ પાક ઓછો હોવાના કારણે 15 દિવસ માટે મંડળી બંધ રાખવાનું નિર્ણય કરાયો.. ત્યારબાદ પણ ચીકુના પૂરતા પ્રમાણમાં આવક ન થતા ફરી એકવાર વલસાડ મંડળીએ ચીકુની ખરીદી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ચીકુની ખરીદી બંધ રહેતા ખેડૂતો પર આભ તૂટી પડ્યું...

















