શોધખોળ કરો
Advertisement
વિશ્વ વિજેતાની એશિયન ટીમમાં સચિન સહિત 5 ભારતીય, પણ કપિલ કે ધોની નથી કેપ્ટન
ભારતે 1983 અને 2011માં વર્લ્ડકપ જીત્યો હતો, જ્યારે પાકિસ્તાને 1992માં અને શ્રીલંકાએ 1996માં આ ખિતાબ પોતાના નામે કર્યો હતો
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં એશિયન ટીમોએ જુદાજુદા સમયે પોતાનો દબદબો બતાવ્યો છે, સૌથી વધુ 5 વાર આ ખિતાબ જીતનારી ટીમ ઓસ્ટ્રેલિયા છે, પણ એકેલા એશિયામાં ત્રણ અલગ અલગ દેશોએ આ ટ્રૉફી જીતી છે.
આવામાં જો વાત કરીએ કે જો એશિયાની વર્લ્ડકપ વિજેતા ખેલાડીઓની એક પ્લેઇઁગ ઇલેવન બને તો કયા કયા ખેલાડીઓને સ્થાન મળી શકે?
ઇએસપીએન-ક્રિકઇન્ફોએ એક એવી પ્લેઇંગ ઇલેવન બનાવી છે, જેમાં વર્લ્ડકપ જીતનારી ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાના ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
ભારતે 1983 અને 2011માં વર્લ્ડકપ જીત્યો હતો, જ્યારે પાકિસ્તાને 1992માં અને શ્રીલંકાએ 1996માં આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
આ ડ્રીમ ટીમમાં 5 ભારતીય વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, પણ ખાસ વાત છે કે, આ ટીમનો કેપ્ટન કપિલ કે ધોની નહીં પણ અર્જૂન રણતુંગાને બનાવવામાં આવ્યો છે.
એશિયા ઇલેવન....
સનથ જયસૂર્યા, સચિન તેંદુલકર, જાવેદ મિયાંદાદ, અરવિંદા ડિ સિલ્વા, અર્જૂના રણતુંગા (કેપ્ટન), યુવરાજ સિંહ, એમએસ ધોની (વિકેટકીપર), કપિલ દેવ, વસીમ અકરમ, ઝહીર ખાન, મુસ્તાક અહેમદ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
સુરત
Advertisement