શોધખોળ કરો

યુવરાજ બાદ આ ભારતીય ક્રિકેટરે એર ઓવરમાં ફટકારી 6 સિક્સર, 19 બોલમાં બનાવ્યા 83 રન, જુઓ વીડિયો

યુવરાજ સિંહે ઘણા એવા રેકોર્ડ બનાવ્યા છે જેના માટે આખી દુનિયા તેને આજે પણ યાદ કરે છે. ખાસ કરીને 2007ના ક્રિકેટ વર્લ્ડ કપમાં યુવરાજે એક જ ઓવરમાં ફટકારેલી 6 સિક્સ આજે પણ દરેકની યાદોમાં તાજી છે

T-10 Cricket: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે ઘણા એવા રેકોર્ડ બનાવ્યા છે જેના માટે આખી દુનિયા તેને આજે પણ યાદ કરે છે. ખાસ કરીને 2007ના ક્રિકેટ વર્લ્ડ કપમાં યુવરાજે એક જ ઓવરમાં ફટકારેલી 6 સિક્સ આજે પણ દરેકની યાદોમાં તાજી છે. યુવરાજ પછી કોઈ પણ ભારતીય ક્રિકેટર આવું  પરાક્રમ કરી શક્યો નથી. પરંતુ હવે ભારતના એક ક્રિકેટરે ફરી એકવાર એક ઓવરમાં 6 સિક્સર ફટકારી યુવરાજસિંહની યાદ અપાવી છે.

આ ક્રિકેટરે મચાવી ધમાલ
યુવરાજ સિંહની જેમ હવે અન્ય એક ભારતીય બેટ્સમેને પણ એવું પરાક્રમ કર્યું છે જેને જોવા માટે દરેક ભારતીય ચાહકો ઉત્સુક છે. આ પરાક્રમ પોંડિચેરી T10 નામની ડોમેસ્ટિક ક્રિકેટ લીગમાં જોવા મળ્યું છે જ્યાં ક્રિષ્ના પાંડે નામના બેટ્સમેને એક ઓવરમાં 6 સિક્સ ફટકારીને યુવરાજસિંહની યાદ અપાવી દીધી હતી. એટલું જ નહીં, કૃષ્ણાએ માત્ર 19 બોલમાં 83 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

436ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી
83 રનની ઈનિંગમાં ક્રિષ્ના પાંડેએ 12 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. તમને જણાવી દઈએ કે T10 લીગમાં આ મેચ પેટ્રિઓટ્સ અને રોયલ્સ વચ્ચે રમાઈ રહી હતી. ક્રિષ્ના આ મેચમાં પેટ્રિયોટ્સ તરફથી બેટિંગ કરી રહ્યો હતો. બોલક નિતેશ ઠાકુરની ઓવરમાં ક્રિષ્નાએ રનનો વરસાદ કરી દીધો હતો. કૃષ્ણાએ આ ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ સિદ્ધિ બાદ પણ કૃષ્ણાની ટીમ મેચ હારી ગઈ હતી.

દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરિઝમાં હાર્દિકથી લઈ આ પાંચ ખેલાડીઓ પર રહેશે નજર

હાર્દિક પંડ્યાઃ ગત વર્ષે ટી20 વર્લ્ડકપમાં હાર્દિકની પસંદગી થઈ હતી. પરંતુ તેનું પ્રદર્શન કંગાળ હતું. ઈજાગ્રસ્ત હોવા છતાં તેને ટીમમાં સામેલ કરાયો હતો. આઈપીએલમાં ધમાકેદાર પ્રદર્શનથી તેણે ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરીને ચેમ્પિયન બનાવી. હવે ટીમ ઈન્ડિયામાં શાનદાર પ્રદર્શનની આશા છે. ટી20 વર્લ્ડકપ સુધી તેના ફોર્મ અને ફિટનેસ પર બધાની નજર રહેશે.

દિનેશ કાર્તિકઃ 2019ના વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયામાંથી બહાર દિનેશ કાર્તિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો.તેણે આઈપીએલમાં 183.33ના સ્ટ્રાઇક રેટથી 330 રન બનાવ્યા હતા અને ફિનિશરની ભૂમિકા ભજવી હતી. ટીમ ઈન્ડિયામાં તેની પાસે આવા દેખાવની આશા છે. જો દક્ષિણ આફ્રિકા સામે આઈપીએલ જેવું પ્રદર્શન કરશે તો ટીમ ઈન્ડિયામાં રહેશે.

ઈશાન કિશનઃ મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનને હરાજીમાં 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આઈપીએલમાં શાનદાર દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ખરાબ ફોર્મને તે સાક્ષી રહ્યો છે. કિશાન ભારતીય ક્રિકેટનો આગામી સ્ટાર છે, તેને ટીમ ઈન્ડિયામાં રાખવામાં આવ્યો છે. જો તે ખરાબ પ્રદર્શન કરશે તો ટી20 વર્લ્ડકપ માટે સંભવિતોના લિસ્ટમાંથી બહાર થઈ શકે છે.

ઋતુરાજ ગાયકવાડઃ ચેન્નઈ સુપરકિંગ્સ માટે આઈપીએલ 2021માં ઓરેંજ કેપ જીતનારા ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં રમાવના અનેક મોકા મળ્યા છે પરંતુ શાનદાર દેખાવ કર્યો નથી. તેણે આઈપીએલમાં 126.46ના સ્ટ્રાઇક રેટથી 368 રન બનાવ્યા હતા. જેમાં એક સદી પણ હતી. ગાયકવાડને ટીમ ઈન્ડિયાનો ભાવિ સ્ટાર માનવામાં આવે છે. જો તેને મોકો આપવામાં આવે અને સારું પ્રદર્શન કરે તો ઈશાન કિશનનું પત્તું કપાઈ શકે છે.

ઉમરાન મલિકઃ આઈપીએલમાં પોતાની સ્પીડ દ્વારા ભલભલા ધૂરંધરોને આઉટ કરનારા ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. જોતે ટીમ ઈન્ડિયામાં શાનદાર દેખાવ કરશે તો ટી20 વર્લ્ડકપ સુધી મોકા આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Embed widget