ધોની હાર્દિકથી લઈને ઈશાન કિશન સુધી, જાણો કેટલા ક્રિકેટરોએ અનંત રાધિકાના લગ્નમાં હાજરી આપી
Anant Radhika Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઘણા ક્રિકેટરો પણ પહોંચ્યા છે. હાર્દિક પાંડ્યાની પત્ની હજુ પણ તેમની સાથે આવી નથી.
Anant Radhika Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચાઓ મહિનાઓથી ચાલી રહી છે. આખરે આ જોડી 12 જુલાઈએ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરવાની છે. રજનીકાંત અને અનિલ કપૂરથી લઈને બોરિસ જોનસન (Boris Johnson) સહિત દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓએ આ લગ્ન સમારોહમાં હાજરી આપી છે. આ ઉપરાંત દેશ વિદેશના રમતો સાથે જોડાયેલા નામાંકિત લોકો પણ અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે.
હાર્દિક, કૃણાલ અને ઈશાન એકસાથે પહોંચ્યા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પાંડ્યા ભાઈઓએ પણ ધમાલ મચાવી છે. હાર્દિક પાંડ્યા સાથે કૃણાલ પાંડ્યા અને તેમની પત્ની પંખુડી શર્મા પણ આવ્યા. પાંડ્યા ભાઈઓ સાથે એક અન્ય ભારતીય ક્રિકેટર ઈશાન કિશને પણ જબરદસ્ત એન્ટ્રી લીધી. ઈશાન કિશને સૂટ, તો કૃણાલ પાંડ્યાએ પણ સફેદ રંગનો સૂટ પહેર્યો હતો. જ્યારે હાર્દિકનો ડ્રેસ ફરી ચર્ચામાં છે કારણ કે તેઓ સફેદ રંગનો ટ્રાન્સપેરન્ટ કુરતો પહેરીને આવ્યા છે.
તિલક વર્મા અને ક્રિસ શ્રીકાંત
તિલક વર્માનો પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સફેદ રંગની શેરવાની પહેરેલા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે તિલક વર્મા, IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી માટે રમે છે. તેમના સિવાય 1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ રહેલા ક્રિસ શ્રીકાંત પણ સોનેરી રંગની શેરવાની પહેરીને આ લગ્ન સમારોહમાં પહોંચ્યા છે. જ્યારે તેમની પત્ની, વિદ્યા પણ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
પરિવાર સાથે પહોંચ્યા એમએસ ધોની
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પરિવાર સાથે અનંત રાધિકાના લગ્નમાં હાજરી આપી છે. ધોની સોનેરી રંગનો પઠાણી સૂટ, તેમની પત્ની સાક્ષીએ લીલા રંગનો લહેંગો પહેર્યો છે. જ્યારે તેમની પુત્રી ઝીવા પણ પીળા રંગની ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી છે.
12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન પછી 13 જુલાઈએ શુભ આશીર્વાદ સમારોહ અને 14 જુલાઈએ ભવ્ય રિસેપ્શનનો કાર્યક્રમ છે. આ કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો PM મોદી લગ્નમાં ન આવી શકે તો બાકીના બે કાર્યક્રમોમાંથી કોઈ એકમાં સામેલ થઈ શકે છે.