IPL 2023 Final Live: ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાતને હરાવી IPL 2023નો ખિતાબ જીત્યો, રવિંદ્ર જાડેજાએ અપાવી જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.
LIVE
Background
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ચાહકોની નજર સતત અમદાવાદના હવામાન પર રહેલી છે. આજે પણ વરસાદની સંભાવના છે. આ સ્થિતિમાં એવું કહી શકાય નહીં કે આજે પણ આ મેચ શરૂ થયા પછી પૂર્ણ થશે કે નહીં.
IPL 16ની ફાઇનલ મેચ રવિવારે રમાવાની હતી. પરંતુ રવિવારે સાંજે અમદાવાદમાં સતત વરસાદ પડતાં મેચનું આયોજન થઈ શક્યું ન હતું. IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા ફાઈનલ માટે પહેલાથી જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. રાત્રે 11 વાગ્યા સુધીમાં જ્યારે મેચની તમામ શક્યતાઓ પૂરી થઈ ગઈ હતી ત્યારે ફાઈનલને રિઝર્વ ડેમાં ખસેડવામાં આવી હતી.
પરંતુ આજે પણ અમદાવાદના ચાહકો માટે કોઈ સારા સમાચાર નથી. ગઈકાલની જેમ આજે પણ અમદાવાદમાં દિવસ દરમિયાન હવામાન ચોખ્ખું રહ્યું હતું. પરંતુ હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે સાંજે વરસાદ પડી શકે છે. જો કે જો મેચ આજે નહીં થાય તો કોઈ રિઝર્વ દિવસ નથી. ગુજરાત ટાઇટન્સ ગ્રુપ સ્ટેજ દરમિયાન પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવાનો ફાયદો મેળવી શકે છે અને તેને વિજેતા જાહેર કરી શકાય છે.
જો કે તે પહેલા મેચને પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે. જો મેચ રાત્રે 9.30 વાગ્યા સુધી શરૂ થાય તો પણ ઓવરોની કપાત કરવામાં આવશે નહીં. 11.40 પછી પણ પાંચ ઓવરની મેચ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અમદાવાદના મેદાનમાં વિશ્વકક્ષાની સુવિધાઓ છે. વરસાદ બંધ થવાની સ્થિતિમાં અડધા કલાકમાં મેચ માટે મેદાન તૈયાર કરી શકાય છે.
આયોજકો તરફથી ચાહકોને પણ રાહત આપવામાં આવી છે. જે લોકોએ રવિવારે ફાઇનલ મેચ જોવા માટે ટિકિટ લીધી હતી તેઓને આજે એ જ ટિકિટ સાથે મેદાનમાં જવા દેવામાં આવશે.
ચેન્નાઈએ પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો
CSK પાંચમી વખત IPLની વિજેતા બનવામાં સફળ રહી
રવિન્દ્ર જાડેજાએ કમાલ કરી બતાવી. છેલ્લા બોલ પર સીએસકેને જીતવા માટે ચાર રનની જરૂર હતી. CSKએ ચાર રન બનાવ્યા અને ગુજરાતને પાંચ વિકેટે હરાવ્યું. CSK પાંચમી વખત IPLની વિજેતા બનવામાં સફળ રહી છે. રવિન્દ્ર જાડેજાએ 6 બોલમાં 15 રનની અણનમ ઇનિંગ રમી હતી.
CSKએ IPL 2023નો ખિતાબ જીત્યો
ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવી આઈપીએલ 2023નો ખિતાબ જીત્યો છે. રવિંદ્ર જાડેજાએ ચેેન્નાઈ સુપર કિંગ્સને શાનદાર જીત અપાવી છે. છેલ્લા બોલ પર રવિંદ્ર જાડેજાએ ટીમને જીત અપાવી હતી.
સુપર કિંગ્સને જીતવા માટે 6 બોલમાં 13 રનની જરુર
ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 6 બોલમાં 13 રનની જરુર છે. રવિંદ્ર જાડેજા અને શિવમ દુબે રમતમાં છે.
મોહિત શર્માને બે બોલમાં બે વિકેટ મળી
ધોની પહેલા બોલ પર જ પેવેલિયન પરત ફર્યો હતો. મોહિત શર્માને બે બોલમાં બે વિકેટ મળી હતી. CSKનો સ્કોર પાંચ વિકેટના નુકસાન પર 150 રન છે. બે ઓવરમાં CSKને જીતવા માટે 21 રન બનાવવાની જરૂર છે.