શોધખોળ કરો

પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!

Crime News: પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, બાદમાં પોતે પણ ફાંસો ખાધો, બે બાળકો નોંધારા બન્યા.

Porbandar Crime: પોરબંદર જિલ્લાના ફટાણા ગામે એક હૃદયદ્રાવક ઘટનામાં દલિત દંપતીના મોત થયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ દ્વારા પત્નીની હત્યા કર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મૃતકોની ઓળખ મેરામણ કેશુ સાદીયા અને મનીષાબેન મેરામણ સાદીયા તરીકે થઈ છે. મેરામણભાઈનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેમના પત્ની મનીષાબેન શંકાસ્પદ હાલતમાં મૃત પામ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, મેરામણભાઈ અને મનીષાબેન ગઈકાલે મજૂરી કામ માટે ગયા હતા અને સાંજે ઘરે પરત ફર્યા બાદ રાત્રે બંને બાળકો, પિયુષ (ઉંમર 13) અને મિલન (ઉંમર 8) સાથે ભોજન લીધું હતું. રાત્રે પતિ-પત્ની વચ્ચે શું બન્યું તે હજુ અકબંધ છે, પરંતુ પોલીસનું માનવું છે કે મેરામણભાઈએ મનીષાબેનનું ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો.

રાત્રે ઊંઘમાંથી જાગી ગયેલા બાળકોએ આ ભયાનક દ્રશ્ય જોયું હતું અને તરત જ બાજુમાં રહેતા દાદા કેશુભાઈ અને કાકા કરણભાઈને જાણ કરી હતી. પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંનેને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ કરૂણ ઘટનામાં દંપતીના મોત થતાં બે બાળકો પિયુષ અને મિલન નોંધારા બન્યા છે.

મૃતક મેરામણભાઈના પરિવારમાં બે ભાઈઓ અને બે બહેનો છે, જેમાં તેઓ સૌથી મોટા હતા. આ બનાવની જાણ થતાં બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. એસ. બારા અને ગ્રામ્ય ડીવાયએસપી ઈન્ચાર્જ ઋતુ રાબા તાત્કાલિક હોસ્પિટલ અને ફટાણા ગામે પહોંચ્યા હતા. આ ઘટનાથી ફટાણા ગામ અને દલિત સમાજમાં ભારે શોક અને ગમગીની છવાઈ ગઈ છે. હાલમાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અને બનાવના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો...

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Embed widget