શોધખોળ કરો

CSK Won IPL 2021: ચેન્નઈએ ચોથી વખત જીત્યો આઈપીએલ ખિતાબ, જાણો ફાઈનલ મેચમાં ક્યા-ક્યા રેકોર્ડ બન્યા

ચેન્નાઈની જીતનો હીરો ફાફ ડુ પ્લેસિસ હતો, જેણે ચેન્નઈને મોટા સ્કોર સુધી લઈ જવા માટે અણનમ 86 રનની ઈનિંગ રમી હતી.

IPL 2021 Final Match Result: IPL (IPL 2021) ની અંતિમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને હરાવીને ચોથી વખત ખિતાબ જીત્યો. અંતિમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં કોલકાતાની ટીમ નિર્ધારિત 20 માં 9 વિકેટ ગુમાવીને માત્ર 165 રન બનાવી શકી હતી. ચેન્નાઈની જીતનો હીરો ફાફ ડુ પ્લેસિસ હતો, જેણે ચેન્નઈને મોટા સ્કોર સુધી લઈ જવા માટે અણનમ 86 રનની ઈનિંગ રમી હતી. ડુ પ્લેસિસ સિવાય ચેન્નઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડે 32 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય રોબિન ઉથપ્પાએ 15 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુરે 3, જોશ હેઝલવુડ, રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ, દીપક ચાહર અને ડ્વેન બ્રેબોએ એક-એક વિકેટ લીધી હતી.

ફાફ ડુ પ્લેસીસ અને રૂતુરાજ ગાયકવાડે એક અનોખો રેકોર્ડ બનાવ્યો

ચેન્નઈના ઓપનર ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડે સારું પ્રદર્શન કરીને ચેન્નઈને ઝડપી શરૂઆત અપાવી હતી. આ મેચમાં બંને બેટ્સમેનોએ ભાગીદારીનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. આ સિઝનમાં બંને બેટ્સમેનો વચ્ચે સૌથી વધુ 756 રનની ભાગીદારી થઇ હતી. આઇપીએલના ઇતિહાસમાં આ સિઝનમાં ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. IPL 2016 માં વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સે 939 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. આ પછી, ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ IPL 2019 માં 791 રનની ભાગીદારી કરી.

ધોનીના કેપ્ટન તરીકે આ 300મી ટી 20 મેચ છે

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) -14 ની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે પ્રવેશ કરીને ઈતિહાસ સર્જ્યો હતો. કેપ્ટન તરીકે ધોનીની આ 300 મી ટી 20 મેચ હતી. આ પદ પર પહોંચનાર તેઓ વિશ્વના પ્રથમ કેપ્ટન બન્યા છે. ધોની સિવાય વેસ્ટ ઈન્ડિઝનો ડેરેન સેમી એકમાત્ર ખેલાડી છે જેણે 200 થી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરી છે.

ગાયકવાડે ઓરેન્જ કેપ જીતી

ફાઇનલ મેચમાં ઋતુરાજ ગાયકવાડે 32 રન બનાવ્યા હતા. તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર પણ બન્યો હતો. ગાયકવાડે IPL 2021 માં 635 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. ગાયકવાડે આ સિઝનમાં સારી બેટિંગ કરી અને તે ટીમ માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
Embed widget