શોધખોળ કરો

IPL 2023: ઋષભ પંત આઇપીએલ 2023માંથી બહાર, દિલ્હી કેપિટલ્સ ડાયરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ કરી પુષ્ટી

આ પહેલા રિપોર્ટ હતા કે ઋષભ પંતને હજુ સાજા થઇને મેદાન પર વાપસી કરતાં લગભગ 6થી 9 મહિનાનો સમય લાગી શકે છે.

Rishabh Pant  Ruled Out IPL 2023: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમને અને આઇપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત આઇપીએલ 2023માંથી બહાર થઇ ગયો છે, આની પુષ્ટી દિલ્હી કેપિટલ્સ ડાયરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ કરી છે. ઋષભ પંતને ગયા મહિને 30 ડિસેમ્બરે કાર દૂર્ઘટનામાં ગંભીર રીતે ઇજા પહોંચી છે, અત્યારે હાલમાં ઋષભ પંત મુંબઇની કોકિલાબેન અંબાણી હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યો છે. 

આ પહેલા રિપોર્ટ હતા કે ઋષભ પંતને હજુ સાજા થઇને મેદાન પર વાપસી કરતાં લગભગ 6થી 9 મહિનાનો સમય લાગી શકે છે. હવે આ બધાની વચ્ચે સમાચારની પુષ્ટી થઇ ગઇ છે કે ઋષભ પંત આઇપીએલ 2023માંથી બહાર થઇ ગયો છે, હવે દિલ્હી કેપિટલ્સ નવા કેપ્શનની શોધખોળ શરૂ કરી શકે છે.  

ઋષભ પંત આઇપીએલ 2023માંથી બહાર 
દિલ્હી કેપિટલ્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ સૌવર ગાંગુલીએ કોલકત્તામાં પત્રકારોને સાથે વાત કરતાં કહ્યું કે, ઋષભ પંત આઇપીએલ 2023 માટે ઉપલબ્ધ નહીં રહે. હું દિલ્હી કેપિટલ્સના સંપર્કમાં છું, આ એક શાનદાર આઇપીએલ હશે. અમે સારુ કરીશું. ઋષભ પંતની ઇજા દિલ્હીને પ્રભાવિત કરશે. બીસીસીઆઇ અધ્યક્ષ પદ પરથી હટ્યા બાદ સૌરવ ગાંગુલીએ દિલ્હી કેપિટલ્સમાં ડાયરેક્ટર ઓફ ક્રિકેટની જવાબદારી સંભાળી છે. 

ઋષભ પંત હાલમાં સારવાર હેઠળ - 
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો રૂરકીમાં કાર અકસ્માત થયો હતો. તે તેની માતાને સરપ્રાઈઝ આપવા માટે દિલ્હીથી તેના ઘરે જઈ રહ્યો હતો. હવે રિપોર્ટ છે કે, ઋષભ પંતને પણ રવીન્દ્ર જાડેજાની જેમ લિંગામેન્ટ સર્જરી કરાવવી પડશે, કાર અકસ્માતમાં ઋષભ પંતનું લિંગામેન્ટ બ્રેક થઇ ગયુ હતુ, હવે તેને 6 મહિના સુધી આરામ કરવો પડી શકે છે. 

ખાસ વાત છે કે, ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજાની ઇન્જરીમાં સમાનતા જોવા મળી છે. આ બન્ને લિંગામેન્ટ ઇન્જરીનો શિકાર બન્યા છે. આ પહેલા રવીન્દ્ર જાડેજા એશિયા કપ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, અને તેને પણ લિંગામેન્ટની સમસ્યા આવી હતી. ખરેખરમાં લિંગામેન્ટ ઇન્જરી કે લિંગામેન્ટ ટીયર બન્ને એક જ પ્રકારની ઇન્જરી હોય છે. લિંગામેન્ટ ફાઇબ્રશ ટિશૂનો એક સખત બેન્ડ હોય છે. આ હાડકાને હાકડા સાથે જોડવાનું કામ કરે છે. લિંગામેન્ટ ખુબ જ મજબૂત હોય છે, પરંતુ ઇજાના કારણે આ ટીયર પણ હોય શકે છે, આને લિંગામેન્ટ ઇન્જરી કે લિંગામેન્ટ ટીયર કહે છે. 

IPL 2023: દિલ્હી કેપિટલ્સ-  ડેવિડ વોર્નર કેપ્ટનશીપ કરી શકે છે - 
ઋષભ પંત રૂડકીમાં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. રિપોર્ટ્સ અનુસાર, તે હવે IPLની આગામી સિઝન એટલે કે IPL 2023માં રમતા જોવા મળશે નહીં. પંતની ઈજા પર, BCCIના એક વરિષ્ઠ અધિકારીએ InsideSports ને કહ્યું કે 'તેને હમણાં જ અકસ્માત થયો હતો'. હાલ તેની સારવાર ચાલી રહી છે. અત્યારે કંઈપણ કહેવું વહેલું છે. તેને આરામ કરવા દો અને સ્વસ્થ બહાર આવવા દો. એકવાર તે સ્વસ્થ થઈ જાય, તેની તપાસ કર્યા પછી, તેણે NCAને રિપોર્ટ કરવો પડશે.
તે જ સમયે, ડોકટરોના જણાવ્યા અનુસાર, તે 6 મહિના સુધી બહાર રહી શકે છે. જો કે, તે કહે છે કે તેની ઈજાની સંપૂર્ણ સમીક્ષા કરવાની બાકી છે. સમય આવશે ત્યારે તેના વિશે વાત કરીશું. બીસીસીઆઈની મેડિકલ ટીમ ડોક્ટરોના સંપર્કમાં છે. બીજી તરફ, ઋષિકેશ એઈમ્સના સ્પોર્ટ્સ ઈન્જરી વિભાગના વડા ડો. કમર આઝમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે પંતને સાજા થવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાથી છ મહિનાનો સમય લાગી શકે છે. જો કે, જો તેના લિગમેંટ ઇજા વધુ ઘાતક હશે, તો તેને સાજા થવામાં વધુ સમય લાગી શકે છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ -
ઋષભ પંત, ડેવિડ વૉર્નર, પૃથ્વી શૉ, મનીષ પાંડે, ફિલિપ સૉલ્ટ, રાઇલી રુસો, રિપલ પટેલ, રૉવમેન પૉવેલ, સરફરાજ ખાન, યશ ધુલ, મિશેલ માર્શ, કમલેશ નાગરકોટી, ખલીલ અહેમદ, લુંગી એનગિડી, મુસ્તફિઝૂર રહેમાન, અમન ખાન, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, વિક્કી ઓસ્તવાલ, ઇશાન્ત શર્મા, મુકેશ કુમાર.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
IND vs PAK: વ્યૂઅરશીપના તૂટ્યા અનેક રેકોર્ડ, જિયોહોટસ્ટાર પર 60 કરોડથી વધુ લોકોએ જોઇ ભારત પાકિસ્તાનની મેચ
IND vs PAK: વ્યૂઅરશીપના તૂટ્યા અનેક રેકોર્ડ, જિયોહોટસ્ટાર પર 60 કરોડથી વધુ લોકોએ જોઇ ભારત પાકિસ્તાનની મેચ
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Accident : લીંબડી હાઈવે પર ટ્રાવેલર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 6ના મોતAhmedabad Stone pelting : અમદાવાદમાં મોડી રાત્રે પથ્થરમારો , મેચની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે બબાલHun To Bolish : હું તો બોલીશ : નેતા પુત્રનું બધું માફ?Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓને ટેકો કોનો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
IND vs PAK: વ્યૂઅરશીપના તૂટ્યા અનેક રેકોર્ડ, જિયોહોટસ્ટાર પર 60 કરોડથી વધુ લોકોએ જોઇ ભારત પાકિસ્તાનની મેચ
IND vs PAK: વ્યૂઅરશીપના તૂટ્યા અનેક રેકોર્ડ, જિયોહોટસ્ટાર પર 60 કરોડથી વધુ લોકોએ જોઇ ભારત પાકિસ્તાનની મેચ
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
રાજકોટ હોસ્પિટલ વાયરલ સીસીટીવી ફુટેજ કેસ, સાયબર ક્રાઈમે વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ
રાજકોટ હોસ્પિટલ વાયરલ સીસીટીવી ફુટેજ કેસ, સાયબર ક્રાઈમે વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ
Champions Trophy: પાકિસ્તાન પર જીત બાદ પણ ટીમ ઇન્ડિયા થઇ શકે છે બહાર, જાણો સમીકરણ
Champions Trophy: પાકિસ્તાન પર જીત બાદ પણ ટીમ ઇન્ડિયા થઇ શકે છે બહાર, જાણો સમીકરણ
Weather: વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર, જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
Weather: વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર, જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
IND vs PAK: કરોડો રૂપિયાની વૉચ પહેરીને ઉતર્યો હાર્દિક પંડ્યા, આખી પાકિસ્તાનની ટીમ મળીને પણ નથી કમાતી આટલા રૂપિયા
IND vs PAK: કરોડો રૂપિયાની વૉચ પહેરીને ઉતર્યો હાર્દિક પંડ્યા, આખી પાકિસ્તાનની ટીમ મળીને પણ નથી કમાતી આટલા રૂપિયા
Embed widget