Weather: વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર, જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
ઉત્તર-પૂર્વ ભારતમાં, અરુણાચલ પ્રદેશ સિવાય આસામ સહિત તમામ રાજ્યોમાં હળવો વરસાદ પડી શકે છે

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 25 ફેબ્રુઆરીથી હવામાનની પેટર્ન ફરી બદલાશે. આ રાજ્યોના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાની સાથે મેદાની વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા છે. ઉત્તર-પૂર્વ ભારતમાં, અરુણાચલ પ્રદેશ સિવાય આસામ સહિત તમામ રાજ્યોમાં હળવો વરસાદ પડી શકે છે. રવિવારે પણ ઉત્તર-પશ્ચિમ ભારતથી લઈને પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં હળવોથી ભારે વરસાદ પડ્યો અને પવન પણ ફૂંકાયો હતો.
હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે ઉત્તરી ઈરાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે. તેની અસરને કારણે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાનમાં ફેરફાર થશે. 25 થી 28 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં, 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ પ્રદેશમાં અને 27 અને 28 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 25 અને 26 ફેબ્રુઆરીએ આંદમાન અને નિકોબાર ટાપુઓમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ વરસાદ પડ્યો છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઝારખંડમાં પણ કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત છત્તીસગઢ, તેલંગણા, દરિયાકાંઠાના કર્ણાટક અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. કેટલીક જગ્યાએ વીજળી પડવાના પણ અહેવાલ છે.
જમ્મુ-કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ
મહાશિવરાત્રીની આસપાસ જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. હવામાન કેન્દ્ર શ્રીનગરએ 25 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કેટલાક વિસ્તારોમાં વધુ ખરાબ હવામાન અંગે યલો એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં મંગળવારથી આગામી પાંચ દિવસ સુધી ખૂબ જ ખરાબ હવામાનનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગે મંગળવારથી પાંચ દિવસ માટે ભારે વરસાદ અને હિમવર્ષા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ફરી વાતાવરણમાં આવશે પલટોઃ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
