Hun To Bolish : હું તો બોલીશ : નેતા પુત્રનું બધું માફ?
રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના પુત્રોની કરતૂત અને ગુંડાગર્દીએ રાજ્યભરમાં જબરદસ્ત ચર્ચા મચાવી છે. ભીખુસિંહના પુત્ર કિરણસિંહ અને રણજિતસિંહ તેમજ યુવા ભાજપનો સ્થાનિક નેતા અમિષ પટેલ અને તેમના મળતિયાઓ ટુ-વ્હીલર પર જતા એક વ્યક્તિને ઢોર માર મારે છે...અનેક અપશબ્દો બોલે છે...અને જાહેરમાં થાય છે આ તમાશો. ડંડાઓથી માર મારતા હોવાનો વીડિયો જે ગાડીમાંથી ભીખુસિંહના પુત્રો ઉતર્યા હતા. તે જ ગાડીમાં સવાર અન્ય કોઈ વ્યક્તિએ બનાવ્યો હોય તે નક્કી છે.. જો કે આ વીડિયોની સાથે અન્ય એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં ભીખુસિંહના પૌત્રની એક રિક્ષાચાલક પીટાઈ કરે છે. કહેવાય છે કે તેનો બદલો લેવા જ ભીખુસિંહના પુત્રો મેદાને ઉતર્યા હતા. બંન્ને મારામારી જાહેરમાં થઈ છે....બંન્ને ગુંડાગર્દીના દ્વશ્યો જાહેર માર્ગ પરના છે. છતાંએ ન તો ભીખુસિંહના પૌત્રએ પીટાઈ કરનાર સામે ફરિયાદ નોંધાવી. કે પછી જેમની પીટાઈ ભીખુસિંહના પુત્રોએ કરી તેને કોઈ ફરિયાદ નોંધાવી. આખો તમાશો અને ગુંડાગર્દી જાહેરમાં થઈ છે..છતાંએ મંત્રી મૌન છે.. સાથે જ પોલીસ પણ જાહેરમાં સૂલેહશાંતિનો ભંગ અને રાયોટિંગનો ગુનો પણ નથી નોંધવતી. સંઘવી સાહેબ 'કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો' તે આ મંત્રીશ્રીના પુત્રો અને અરવલ્લીની પોલીસને પણ સમજાવો. કોઈ સમજે કે ન સમજે ગૃહમંત્રીશ્રી તમારી સાથે કેબિનેટમાં બેસનાર ભીખુસિંહને તો જ્ઞાન હોયને. જાહેરમાં આવી ગુંડાગર્દી થાય તો પોલીસે સામેથી ફરિયાદ નોંધવી જોઈએ. આવો અવાજ સાથે સાંભળી લઈએ ભીખુસિંહના પુત્રોએ કરેલી જાહેરમાં મારપીટનો એ વીડિયો. અને તે પણ સ્પષ્ટતા કરીએ કે જો આ વીડિયો ખોટો હોય તો પોલીસ તેની સ્પષ્ટતા કરે.





















