DC vs SRH IPL 2024: આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે જામશે જંગ, દિલ્હીમાં આ ધાકડ ખેલાડીની થશે એન્ટ્રી
DC vs SRH IPL 2024: IPL 2024 ની 35મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદે અત્યાર સુધી 6 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે.
DC vs SRH IPL 2024: IPL 2024 ની 35મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદે અત્યાર સુધી 6 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. જ્યારે દિલ્હીએ 7 મેચ રમી છે અને 3માં જીત મેળવી છે. આ મેચ માટે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. દિલ્હીએ છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી અને તેમાં પણ જીત મેળવી હતી. હવે તે હૈદરાબાદને ટકકર આપવા તૈયાર છે.
The Arun Jaitley Stadium gears up to host its first match of #TATAIPL 2024 🏟️
It's the Delhi Capitals 💙 who lock horns with the Sunrisers Hyderabad 🧡
Who are you backing? 🤔 #DCvSRH pic.twitter.com/QAqPSMbGhZ — IndianPremierLeague (@IPL) April 20, 2024
ડેવિડ વોર્નર દિલ્હી માટે પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી શકે છે
ડેવિડ વોર્નર દિલ્હી માટે પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી શકે છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેની આંગળીમાં ઈજા થઈ હતી. પરંતુ એક્સ-રે રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ તે મેદાનમાં પરત ફરી શકશે. જો વોર્નર પરત ફરે છે તો તે પૃથ્વી શૉ સાથે ઓપનિંગ કરવા મેદાનમાં ઉતરી શકે છે. ટીમ શાઈ હોપ અને ટ્રિસ્ટન સ્ટબ્સને પ્લેઈંગ ઈલેવનમાં પણ રાખી શકે છે. આ મેચમાં કુલદીપ યાદવ અને ખલીલ અહેમદ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ મેચમાં હેનરિક ક્લાસેન મહત્વની ભૂમિકા ભજવી શકે છે
હૈદરાબાદની ટીમ લયમાં છે. તેણે છેલ્લી ત્રણ મેચમાં સતત જીત નોંધાવી છે. આ મેચમાં હેનરિક ક્લાસેન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ક્લાસેન ઝડપી બેટિંગમાં નિષ્ણાત છે. હૈદરાબાદના ખેલાડીઓ સ્પિનરોની ખૂબ ધોલાઈ કરે છે.
દિલ્હી અને હૈદરાબાદ વચ્ચેની મેચ માટે સંભવિત ખેલાડીઓ
દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, ડેવિડ વોર્નર/સુમિત કુમાર, જેક ફ્રેઝર-મેકગર્ક, ટ્રિસ્ટન સ્ટબ્સ, શાઈ હોપ, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, ખલીલ અહેમદ.
સનરાઈઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકિપર), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ચન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.