શોધખોળ કરો
શિખર ધવનને યુએઇમાં મળી 'લૈલા', વીડિયોમાં જુઓ પ્રેક્ટિસ દરમિયાન કોની સાથે કરી આવી મસ્તી
દિલ્હી કેપિટલ્સના ધૂરંધર બેટ્સમેને શિખર ધવન અને પૃથ્વી શૉનો એક ફની વીડિયો વાયરલ થયો છે. ધવનને પોતાની લેલા મળી ગઇ છે, ખરેખરમાં, ધવને પોતાના ઇન્સ્ટા પર શેર કરેલા વીડિયોમાં સાથે ખેલાડી પૃથ્વી શૉ સાથે શાહરૂખ ખાનની ફિલ્મ જોશનુ ગીત અપુન બોલા તુ મેરી લૈલા પર મસ્તી કરતો દેખાઇ રહ્યો છે
![શિખર ધવનને યુએઇમાં મળી 'લૈલા', વીડિયોમાં જુઓ પ્રેક્ટિસ દરમિયાન કોની સાથે કરી આવી મસ્તી delhi capitals: shikhar dhawan and prithvi shaw funny video viral શિખર ધવનને યુએઇમાં મળી 'લૈલા', વીડિયોમાં જુઓ પ્રેક્ટિસ દરમિયાન કોની સાથે કરી આવી મસ્તી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/06165420/dhawan-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝન આગામી 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થઇ રહી છે. ખેલાડીઓની સાથે સાથે ક્રિકેટ ફેન્સ પણ આઇપીએલ શરૂ થવાનો ઇન્તજાર કરી રહ્યાં છે. હાલના સમયે દરેક ટીમના ખેલાડીઓ નેટમાં જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યાં છે. પ્રેક્ટિસની સાથે સાથે ખેલાડીઓ મસ્તી મજાક પણ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે ધવન અને પૃથ્વીનો એક ફની વીડિયો સામે આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સના ધૂરંધર બેટ્સમેને શિખર ધવન અને પૃથ્વી શૉનો એક ફની વીડિયો વાયરલ થયો છે. ધવનને પોતાની લેલા મળી ગઇ છે, ખરેખરમાં, ધવને પોતાના ઇન્સ્ટા પર શેર કરેલા વીડિયોમાં સાથે ખેલાડી પૃથ્વી શૉ સાથે શાહરૂખ ખાનની ફિલ્મ જોશનુ ગીત અપુન બોલા તુ મેરી લૈલા પર મસ્તી કરતો દેખાઇ રહ્યો છે. વીડિયોને શેર કરતા ધવને કેપ્શનમાં લખ્યું- મારી લૈલા કૉવિડ ટાઇમમાં પૃથ્વી શૉ...
વીડિયોમાં ધવન અને પૃથ્વી શૉનુ ફેસ એક્સપ્રેશન જોવાલાયક છે, વળી, શૉ એક્સપ્રેશનની સાથે સાથે ડાન્સ પર કરતો પણ દેખાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કૉવિડ-19 મહામારીના કારણે આઇપીએલનુ આયોજન ભારતની જગ્યાએ યુએઇમાં કરાવવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)