આ સ્ટાર ક્રિકેટરે એમ્પાયરના ફેંસલાથી નારાજ થઈને સ્ટંપને મારી લાત, વીડિયો થયો વાયરલ
શાકિબનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તે એમ્પાયરના ફેંસલાથી નારાજ થઈને સ્ટંપને લાત મારી રહ્યો છે. શાકિબે મેચ બાદ એમ્પાયર સાથે કરેલા ખરાબ વ્યવહારને લઈને માફી માંગી હતી.
ઢાકાઃ વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં (All Rounder) સામેલ બાંગ્લાદેશનો ક્રિકેટર શાકિબ અલ હસન (Shakib Al Hasan)નવા વિવાદમાં ફસાઈ શકે છે. શાકિબનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તે એમ્પાયરના ફેંસલાથી નારાજ થઈને સ્ટંપને લાત મારી રહ્યો છે. શાકિબે મેચ બાદ એમ્પાયર સાથે કરેલા ખરાબ વ્યવહારને લઈને માફી માંગી હતી.
શાકિબ તેના આ વ્યવહારને લઈ સોશિયલ મીડિયા (Social Media Trend) પર ટ્રેન્ડ પણ થયો હતો. જેમાં લોકોએ તેના વર્તનની આકરી ઝાટકણી કાઢી હતી. ઢાકા પ્રીમિયર લીગમાં (Dhaka Premier League) શાકિબની ટીમ મોહમ્મદની સ્પોર્ટિંગ ક્લબ અને અબાહાની લિમિટેડ વચ્ચે શુક્રવારના રોજ યોજાઈ હતી. બાંગ્લાદેશી ઓલરાઉન્ડરના બોલ મુશફિકુર રહીમના પેડ પર વાગ્યો હતો, જેથી તેણે અપીલ કરી હતી. અમ્પાયરે અપીલને નકારી કાઢી હતી, જેથી શાકિબ અલ હસન ગુસ્સે થયો હતો અને અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઘટના ઈનિંગની છઠ્ઠી ઓવરમાં ઘટી હતી. ત્યાર પછી મેચને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
આ મેચમાં શાકિબે 27 બોલમાં 27 રન બનાવ્યા હતા, જેની સહાયથી તેમની ટીમે પ્રથમ બેટિંગ કરતી વેળાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાનમાં 145 રન બનાવ્યા હતા. જેના જવાબમાં અબાહાનીએ 5.5 ઓવરમાં 3 વિકેટે 31 રન બનાવ્યા હતા. શાકિબ મેચ સસ્પેન્ડ (Susupend) થઈ હોવા છતાં પણ અમ્પાયરની નજીક આવી પહોંચ્યો અને સ્ટંપ્સને ઉખાડી ફેંક્યાં હતાં અને અમ્પાયર સાથે વિવાદ કર્યો હતો.
Genuinely unbelievable scenes...
— 7Cricket (@7Cricket) June 11, 2021
Shakib Al Hasan completely loses it - not once, but twice!
Wait for when he pulls the stumps out 🙈 pic.twitter.com/C693fmsLKv
શાકિબને આની પહેલાં પણ 2 વર્ષ માટે સસ્પેન્ડ કરાયો છે. ICCએ એની વિરુદ્ધ પ્રતિબંધ 2019માં બુકી દ્વારા સંપર્ક કરાયો હોવા છતાં રિપોર્ટ ના આપવાને કારણે લગાવ્યો હતો. આ કિસ્સો શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની શ્રેણી દરમિયાન ઘટ્યો હતો. જોકે ગત વર્ષે ડિસેમ્બરમાં પ્રતિબંધ નાબૂદ થતાં શાકિબે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી.