Yuzvendra Chahal Dhanashree Verma: 'હું એક મહિના માટે પિયર જઇ રહી છું', વિવાદ બાદ ધનશ્રી-ચહલનો પ્રથમ વીડિયો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં છે. તેની પત્ની ધનશ્રી વર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી 'ચહલ' સરનેમ હટાવી ત્યારે અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં છે. તેની પત્ની ધનશ્રી વર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી 'ચહલ' સરનેમ હટાવી ત્યારે અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી. લોકો બંન્ને વચ્ચે સંબંધો સારા નહી હોવાની પણ અટકળો લગાવવા લાગ્યા હતા. જોકે બંન્નેએ આ વિવાદ મામલે નિવેદન આપીને ચર્ચાનો અંત લાવ્યો હતો. હવે બંન્નેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ધનશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
View this post on Instagram
ધનશ્રી વર્માએ મંગળવારે એક ઇન્સ્ટાગ્રામ રીલ શેર કરી છે, જેમાં તે અને યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર પોતાની સ્ટાઇલમાં ફની વીડિયો બનાવતા જોવા મળે છે. આ ફની વિડિયોમાં ધનશ્રી વર્મા કહે છે કે હું એક મહિના માટે માતાના ઘરે જઈ રહી છું. જે બાદ યુઝવેન્દ્ર ચહલ ખુશીથી નાચવા લાગે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 'ચહલ' સરનેમ હટાવી દીધી હતી, ત્યારબાદ યુઝવેન્દ્ર ચહલે એક પોસ્ટ મૂકી હતી કે નવી જિંદગી શરૂ થઈ રહી છે. આ પછી એવી અટકળો હતી કે બંને વચ્ચે કંઈક બરાબર નથી. બાદમાં યુઝવેન્દ્ર ચહલે બધાને અપીલ કરી અને કહ્યું કે તેમના સંબંધોને લઈને કોઈ પણ પ્રકારનું નિવેદન ના કરો. અમારી વચ્ચે બધું બરાબર છે.
ધનશ્રી વર્માએ એક લાંબી પોસ્ટ લખી હતી, જેમાં તેણે માહિતી આપી હતી કે તેને ઈજા થઈ છે અને ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. એટલું જ નહીં, ધનશ્રી વર્માની સર્જરી પણ થવા જઈ રહી છે.તેના પતિ યુઝવેન્દ્ર ચહલ અને પરિવારના તમામ સભ્યો આ મુશ્કેલ સમયમાં તેની સાથે છે. યુઝવેન્દ્ર ચહલે પણ ધનશ્રી વર્માની લાંબી પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને એક લવ ઇમોજી પોસ્ટ કરી હતી.
ચહલ હાલમાં જ પૂરા થયેલા ઝિમ્બાબ્વે પ્રવાસનો ભાગ નહોતો.હવે ભારતીય ટીમ એશિયા કપ રમવાની છે, જે 27 ઓગસ્ટથી શરૂ થશે. એશિયા કપમાં યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે.
Aadhaar Card: આધાર કાર્ડને લગતી તમામ સમસ્યાઓ હવે થશે દૂર, UIDAIએ લીધો મોટો નિર્ણય
Team India: આ 3 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોના પુત્ર ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં કરી શકે છે ડેબ્યૂ
AAP vs BJP : આમ આદમી પાર્ટીનો દાવો, મનીષ સીસોદીયા પાસે ભાજપની ઓફરનું કોલ રેકોર્ડિંગ